________________
નવમું વત : બાર મહિનામાં અમુક સામાયિક કરીશ. દશમું વ્રત બાર મહિનામાં અમુક દેશાવગાસિક કરીશ. અગિયારમું વ્રત બાર મહિનામાં અમુક પૌષધ કરીશ.
બારમું વતઃ બાર મહિનામાં અમુક અતિથિસંવિભાગ વ્રત કરીશ.
અહીં સામાન્યથી સમજાવવા માટે સંક્ષેપથી આ પ્રમાણે નમુનારૂપે બતાવ્યું છે. દરેક વ્રતમાં અનેક અપવાદ–છૂટ પણ છે. એટલે અહીં વિસ્તારથી લખેલા બાર વ્રતો વાંચીને ગુરૂમહારાજ પાસે સમજીને છૂટ રાખવી હોય તે ક્યા વ્રતમાં કયી અને કેટલી છૂટ રાખી શકાય તે પૂછીને, પિતાને જે જે વ્રતમાં જે જે અપવાદ-છૂટ રાખવાની હોય તેની સાથે નોંધ કરવા સ્વતંત્રરૂપે પિતાની બાર વ્રતની નોટ બનાવવી જોઈએ. વ્રતે લીધા પછી દરરોજ નોટનું વાંચન કરી જવું જોઈએ. બની શકે તે પંદર દિવસે, મહિને, ચાર મહિને, છેવટે વર્ષમાં એકવાર તે અવશ્ય શાંતિથી નોટનું વાચન કરવું જોઈએ. જેથી પોતે કેવી રીતે વ્રત લીધા છે. તે ખ્યાલમાં રહે અને વ્રતનું સારી રીતે પાલન થઈ શકે. વ્રતને લીધા પછી યાદ ન રાખવાથી વ્રતોને ભંગ થવાને સંભવ છે.
144