________________
ચૌદ નિયમ ધારવાની સમજ
આવશ્યકતા આ નિયમે ધારવાથી જીવ ઘણું પાપના બંધનથી મુક્ત થાય છે, અને થડા બંધનમાં રહે છે. ઉપયોગમાં ન આવે તેવી વસ્તુઓને પણ ત્યાગ ન કરવાથી તેઓના આરંભસમારંભના વિના કારણે પાપ લાગે છે, તે પાપોથી તે સંબંધી અવિરતિજન્ય કર્મબન્ધ થાય છે. તેવા કર્મબંધથી પાછા હઠવા માટે દરેક શ્રાવકોએ અને શ્રાવિકાઓએ નીચે બતાવેલ ચૌદ નિયમ ધારવાની પૂરી જરૂર છે.
ચૌદ નિયમ ધારવાની ગાથા દિવત્ત-દ્ય-વિवाणह-तंबोल-वत्थ-कुसुमेसु । વી-- -વિહેવવંમ-રિરિ-ઇ-મg શા
અર્થ : “1. સચિત્ત, 2. દ્રવ્ય, છે. વિગઈ 4. ઉપાન, 5. તબેલ, 6. વસ્ત્ર, 7. કુસુમ, 8. વાહન, 9. શયન, 10. વિલેપન, 11, બ્રહ્મચર્ય, 12. દિશા, 18. નાન, અને 14. ભક્ત, એ ચૌદ વસ્તુઓમાં નિયમ ધારવા.
નિયમ ધારનારે નિરંતર સવાર અને સાંજે નિયમ ધારવા. સવારના ધારેલા નિયમ સાંજે સંક્ષેપીને રાત્રિ માટે નવા લેવા. અને રાત્રિના ધારેલા નિયમ સવારના સંક્ષેપીને દિવસ માટે નવા લેવા, તે નીચે લખેલી હકીકત વાંચવાથી બરાબર સમજાઈ જશે.