________________
1. સચિનઃ સચિત્ત એટલે જીવવાળી વસ્તુ જેટલી ચીજ વાવવાથી ઊગે તે જ્યાં સુધી અચિત્ત ન થાય ત્યાં સુધી સચિત્ત કહેવાય. જેમકે કાચું શાક, કાચું પાણી, કાચું મીઠું, ઘઉં, ચણા, તલ, લીલવણ વગેરે. તે અચિત્ત થઈ જાય ત્યાર પછી સચિત્ત ગણાય નહિ. કેટલીક ચીજોમાંથી બી કાઢી નાખ્યા બાદ બે ઘડી પછી અચિત્ત થાય છે. જેમકે પાકી કેરીમાંથી ગોટલી જુદી કર્યા પછી બે ઘડીએ રસ, કકડા વિગેરે અચિત્ત થાય છે. તેવી રીતે બીજી વસ્તુનું પણ સમજવું.
સચિને નિયમ ધારતાં કેઈ એક પણ સચિત્ત ન વાપરવું હોય તો તેણે ધારવું કે આજે મારે સચિત્તને ત્યાગ. અને સચિત્ત વાપરવું હોય તે તેણે ૧-૨-૩-૪ કે ૫ જેટલાં સચિત્ત ખાવાં હોય તેટલાં અથવા તેથી પણ એક બે વધારે રાખવાં. આ પ્રમાણે સચિત્તનો નિયમ ધારવાથી તેને તેટલા જ સચિત્તનું પાપ રહે છે. બાકીના ચૌદ રાજલોકમાં જેટલાં સચિત્ત અનાજ વિગેરે હોય તે તમામના પાપથી મુકત થવાય છે.
વિશેષમાં અવતી અપચ્ચકખાણીને તમામ ક્રિયાઓ લાગે છે. તેથી જેટલામાંથી પિતે મુકત થયે તેટલા પાપ બંધ ઓછો થાય છે આ પ્રકારે સમજી લેવું.
1. દ્રવ્યઃ જેટલી ખાવાની ચીજ મોઢામાં નખાતી હોય દ્રવ્ય. તે જેટલી ચીજની ઈચ્છા હોય તેટલી રાખવી. ૨૦૨૫-૩૦-૪૦ એમ જેવી ઈચ્છા. પણ બનતાં સુધી શેડાં દ્રવ્ય રાખવાં. ઈચ્છાને નિરોધ કરવો. અર્થાત્ જરૂરી દ્રવ્ય રાખી શેષને ત્યાગ કરવો જોઈએ.
148