________________
2. પાપ કર્મોપદેશ :
લડાઈ કરવી જોઈએ, મત્સ્યોદ્યોગને ફેલાવે કર જોઈએ, વર્તમાન જમાનામાં કાપડની મિલે વિના ન ચાલે, માટે કાપડની મિલો તૈયાર થવી જોઈએ. વિજળી ઉત્પન્ન કરવી જોઈએ. વહાણે તૈયાર કરે. તમારી કન્યા વિવાહને રેગ્ય થઈ ગઈ છે માટે જલ્દી પરણાવી દે. વરસાદ સારે થયે છે માટે વાવણી શરૂ કરે. આવા સર્વ પ્રકારને પાપ-કાર્યોને ઉપદેશ તે પાપકર્મોપદેશ છે. વિવેક વિના છાપું વાંચનારાઓ કે રેડિયે સાંભળનારાઓ નિરર્થક કેટલું ય અપધ્યાન કરે છે. અને છાપું વાંચીને; રેડિયે સાંભળીને T.V. જેઈને ગમે તેની પાસે ગમે તે રીતે છાપાની અને રેડિયાની કે T.V. ની વાતે કરનારા પાપકર્મને કેટલે ઉપદેશ કરે છે. તે આના ઉપરથી સમજી શકાય તેમ છે. 3. હિંસકાર્પણ
જેનાથી હિંસા થાય તેવી વસ્તુ અન્યને આપવી. દા. ત. હથિયાર, ઝેર, અગ્નિ, ખાંડણી-ઘટી વિગેરે. દાક્ષિણ્યતાના કારણે પાપ કર્મને ઉપદેશ કરવાને પ્રસંગ આવે કે હિંસા થાય તેવી વસ્તુ આપવી પડે છે તે માટે નિયમમાં તેટલા પૂરતી છૂટ રાખવી પડી હોય તે પણ બને ત્યાં સુધી તે છૂટને ઉપયોગ ન કરવો પડે તેની કાળજી રાખવી. 4. પ્રમાદાચરણઃ
કુતૂહલથી ગીત સાંભળવા, કોમેન્ટ્રી સાંભળવી, નૃત્ય નાટક કે સિનેમાનું નિરીક્ષણ કરવું, બેસીંગ (મલ્લયુદ્ધ) વિગેરે
135