________________
આના જેટલી દયા રહે છે એથી તે ગૃહસ્થને નિષ્કારણ નિરપરાધી ત્રસ જીવેને સંકલ્પપૂર્વક મારવાની બુદ્ધિથી મારવા નહિ એવી પ્રતિજ્ઞા હેાય છે.
ફળઃ આ વ્રતના પાલનથી જીવદયાનું વિશેષ પાલન થાય છે. હિંસા સંબંધી કુર પરિણામના પાપથી બચી જવાય છે. દરેક પ્રવૃત્તિમાં જીવદયાનું લક્ષ્ય રહે છે. અને ઉપયોગ પ્રધાન જીવન બને છે. 2. સ્થૂલ અસત્યત્યાગ
આ વ્રતમાં કન્યા સંબંધી ગાય સંબંધી, ભૂમિ સંબંધી ન્યાસ-થાપણ વિષયક અને ખોટી સાક્ષી એ પાંચ અસત્યોને ત્યાગ કરવામાં આવે છે.
1. કન્યા અસત્ય-સગપણ વિગેરે પ્રસંગે કન્યા સંબંધી ખોટું બોલવું, દા. ત. કન્યાના અમુક અંગમાં ખોડખાપણું કે ડાગ હોવા છતાં કન્યાનું શરીર સારું છે. એમ કહેવું, કન્યા ભેઠ હોવા છતાં શાણું છે એમ કહેવું અથવા શાણી હોય તે ભેઠ કહેવી ઈત્યાદિ અહીં કન્યા શબ્દથી માત્ર કન્યા અસત્યને જ નહિ, પણ દ્વિપદ (બે પગવાળા) સર્વ સ્ત્રી-પુરૂષ સંબંધી સર્વ પ્રકારના અસત્યને ત્યાગ થાય છે. આથી કન્યા અસત્યમાં પુત્ર નેકર વિગેરે સંબંધી અસત્યને પણ સમાવેશ થઈ જાય છે.
2. ગાય વિષયક અસત્ય : ગાય સંબંધી અસત્ય બલવું. દા. ત. ગાયના અંગમાં અમુક પ્રકારને રેગ હેવા છતાં તેને રેગ રહિત કહીને અન્યને ઠગવાનો પ્રયત્ન કરે
126