________________
વિગેરે. અહીં ગાય શબ્દથી ચતુષ્પદ (ચાર પગવાળા) ભેંસ, બળદ વિગેરે સઘળા પશુઓ સંબંધી અસત્યને સમાવેશ થઈ જાય છે. ઉપલક્ષણથી પક્ષીઓ અને જલચર એવા કાચબા વિગેરે સંબંધી પણ અસત્યનો ત્યાગ સમજી લે.
3. ભૂમિ અસત્ય : જમીન સંબંધી અસત્ય બોલવું. દા. ત. જમીન ફળદ્રુપ ન હોવા છતાં ફળદ્રુપ છે એમ કહીને અન્યને ઠગવાનો પ્રયત્ન કરવો. ઘર વગેરે પારકાના હોવા છતાં પોતાના છે એમ કહેવું વગેરે.
અહીં ભૂમિ શબ્દથી અપદ એટલે કે ધન, રાચરચીલું, વસ્ત્ર આદિ સર્વ સંપત્તિ સંબંધી અસત્યના ત્યાગને સમાવેશ થઈ જાય છે.
4. ન્યાસ અપહાર : ન્યાસ એટલે મૂકવું. અપહાર એટલે લઈ લેવું. કેઈએ રક્ષણ માટે ધન કે બીજી કઈ વસ્તુ ઑપી હોય પછી તે લેવા આવે ત્યારે તેં મને આપી જ નથી. અથવા વધારે મૂકી હોવા છતાં આટલી જ મૂકી છે. એમ કહેવું અથવા મૂકેલી વસ્તુને બદલી નાખીને તું આ વસ્તુ મને આપી ગયા હતા વિગેરે રીતિએ મૂકેલી વસ્તુ માટે અસત્ય બોલવું. જો કે આ ચારીને જ એક પ્રકાર છે. છતાં એ ચેરી અસત્ય બોલીને કરાતી હોવાથી એમાં અસત્ય વચનની મુખ્યતા હોઈને એને અસત્યમાં સમાવેશ કર્યો છે.
6. ફૂટ સાક્ષીઃ ફૂટ એટલે બેટી લેવડ દેવડ વગેરેમાં બેટી સાક્ષી પૂરવી – બેટી સાક્ષીથી સામાને પાપ વિષયક
127