________________
4. તેમાં પણ નિષ્કારણે હિંસાને ત્યાગ છે. અર્થાત નિરપરાધી હોવા છતાં કારણસર પ્રમાદી પુત્ર આદિને, ગ્ય કામ ન કરનાર નેકર આદિને કે અપલક્ષણ બળદ આદિને લાકડી આદિ મારવાને પ્રસંગ આવે તો તેને નિયમ નથી. ગૃહસ્થની યા એક આના (સવાછ નયા પેસા) જેટલી
સાધુની દયાને રૂપિયા જેટલી કહીએ તે ગૃહસ્થની દયા એક આના જેટલી છે. (1) સાધુઓને ત્રસ અને સ્થાવર એ બંને પ્રકારના જીવોની હિંસાને ત્યાગ હોય છે, જ્યારે ગૃહસ્થને ત્રસ જીવેની હિંસાને ત્યાગ હોય છે આથી સાધુ કરતાં ગૃહસ્થની દયા અડધી-આઠ આના જેટલી રહે છે. (2) ત્રસ જીવોની હિંસા બે રીતે થાય છે. (૧) સંક૯૫પૂર્વ-મારવાની બુદ્ધિથી હિંસા કરવી. (૨) આરંભજન્ય ખેતી-રાઈ, કારખાન વિગેરેમાં હિંસા થઈ જાય. આમાં ગૃહસ્થ સંકલ્પપૂર્વકની જ હિંસાનો ત્યાગ કરી શકે છે, આરંભજન્ય હિંસાનો ત્યાગ કરી શકતો નથી. આથી આઠ આનામાંથી પણ અડધી-ચાર આના જેટલી દયા રહે છે. (૩) સંકલ્પપૂર્વકની હિંસા, અપરાધીની અને નિરપરાધીની એમ બે પ્રકારની છે. તેમાં ગૃહસ્થને નિરપરાધીની હિંસાને ત્યાગ થાય છે; અપરાધીની હિંસાની છૂટ રહે છે. એટલે કે અપરાધીને સંકલ્પપૂર્વક શિક્ષા કરવાની છૂટ રહેતી હોવાથી ચાર આનામાંથી પણ અડધી બે આના જેટલી દયા રહે છે. નિરપરાધી જીવોની હિંસા પણ સકારણ અને નિષ્કારણ એમ બે રીતે થાય તેમાં ગૃહસ્થને નિષ્કારણ હિંસાને ત્યાગ થાય છે, સકારણ હિંસાની છૂટ હોય છે. આમ બે આનામાંથી પણ અડધી એટલે એક
125