________________
સંતોષને ભાવ કેળવીને પર્વતિથિએ વિષયસેવનનો ત્યાગ કરવો જોઈએ. 5. સ્થૂલ પરિગ્રહ ત્યાગ
વ્યક્તિ કે વસ્તુ ઉપરની માલિકી એ પરિગ્રહ કહેવાય ગૃહસ્થ જીવન જીવવામાં અત્યાવશ્યક જીવન જરૂરીયાતને છોડીને આ વ્રતમાં બાકીનાને ત્યાગ કરવામાં આવે છે.
આ વ્રતમાં દાસ-દાસીઓ, ગાય-ભેંસ વિગેરે અપેક્ષિત વ્યક્તિઓને રાખી શેષને ત્યાગ કરવામાં આવે છે.
વસ્તુ માલિકી પણ બે પ્રકારે છે. (1) સ્થાવર અને (2) જંગમ. તેમાં સ્થાવરભેદે મકાન-ખેતર-કારખાના–બાગઉપવન વિગેરેનો સમાવેશ થાય છે. જંગમભેદમાં સોનુ-રૂપું, ઝવેરાત–પ્રચલિત નાણું વિગેરે સમાવેશ થાય છે..
સુરૂ ગૃહસ્થોએ મકાન-કારખાના વિગેરેની સંખ્યા તેમજ સોનુ-રૂપું-ઝવેરાત વજનમાં કે કિંમતના રૂપમાં જરૂર પુરતું રાખી શેષને ત્યાગ કરવા જોઈએ. કારણ કે જેમ જેમ પરિગ્રહ વધે તેમ તેમ લેભ સાથે અનેક દૂષણે જીવનમાં વધે. સુખની સામગ્રીની આશા અને સંબધથી જીવન વધુ ને વધુ વિકારી બનતા સાત્ત્વિકતા નાશ પામે છે. પરિગ્રહની મમતા જનાબદ્ધ પાપ કરવાની પ્રેરણા આપે છે અને તેમાં જે આયુષ્ય બંધાઈ જાય તે દુર્ગતિ નિયમા થાય છે. તેથી બિનાવશ્યક પરિગ્રહથી બચવા સુશ્રાવકોએ પ્રયત્ન કરવો જોઈએ.
પ્રઃ પરિગ્રહને નિયમ લેતી વખતે મકાનની કિંમત ૫૦ હજાર હોવાથી નિયમની ગણતરીમાં ૫૦ હજાર રૂપિયા ગણ્યા હોય, પણ પાછળથી મકાનની કિંમત વધીને લાખ
130