________________
9. ઉદ્યાપન (ઉજમણું) : નવપદની ઓળી અથવા અગ્યારસ, પાંચમ અથવા તો અન્ય તપસ્યા નિમિત્તે વરસમાં ઓછામાં ઓછું એકવાર ઉજમણું કરવું જોઈયે. ઉજમણુમાં તે તે તપના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે જ્ઞાન - દર્શન ચારિત્રનાં સાધને, છોડે, જિનપૂજાના સાધને આદિ મૂકવું જોઈએ.
ઉજમણાથી, કરેલી તપસ્યા પર કલશ ચઢે છે. રત્નત્રયીની આરાધનાના ઉપકરણો ઉજમણુમાં મુકવાથી પૂ. સાધુ-સાધ્વી સંઘને નિર્દોષ વસ્ત્ર–પાત્રાદિ વહોરાવવાને લાભ પ્રાપ્ત થાય છે.
10 તીર્થ પ્રભાવનાઃ જેન શાસનની પ્રભાવના માટે શ્રાવકે અવશ્ય વરસમાં એકવાર ધામધુમથી ગુરૂમહારાજને નગર પ્રવેશ મહોત્સવ તથા સંઘને પહેરામણી પ્રભાવના વગેરે કરવું જોઈએ.
- નગર પ્રવેશ મહત્સવમાં નગરનાં તમામ બેન્ડવાજા સાથે ખૂબ જ આડંબરથી ચતુર્વિધ સંઘ સાથે મળીને ગુરૂની સામે જઈ ગુરૂને સત્કાર વન્દન વગેરે કરવાપૂર્વક ભવ્ય રીતે નગરપ્રવેશ કરાવો જોઈએ.
શ્રાવકે “નગર પ્રવેશ કરાવવું જોઈએ” એ વાત વ્યવહાર ભાષ્ય આદિ સિદ્ધાન્તમાં પણ લખી છે.
પ્રભાવક સાધુ માટે પણ એ વિધાન છે કે નગરમાં સીધા પ્રવેશ ન કરતા, પહેલા ગામના આગેવાનને કહેવડાવે. જેથી સંઘને પ્રવેશ મહોત્સવને લાભ મળે અને શાસનની અપૂર્વ પ્રભાવના થાય. શાસનની પ્રભાવના કરવાથી તીર્થકરપણાનું ફળ પ્રાપ્ત થાય છે.
103