________________
જિનમંદિર
સુખી અને શ્રીમંત શ્રાવકે જીવનમાં શું શું કરવું જોઈએ? એના કર્તવ્ય શું છે? એ આ વિભાગ બતાવે છે.
સુખી શ્રાવકે જીવનમાં ઓછામાં ઓછું એક સુંદર જિનમંદિર બંધાવવું જોઈએ.
જિનમંદિર બંધાવવું એ એક મહાન પુણ્યનું કાર્ય છે. શાસ્ત્રોમાં એનું એટલું ફળ વર્ણવ્યું છે કે જેની કલ્પના પણ ન આવે.
એક ગ્રન્થમાં ત્યાં સુધી લખ્યું છે કે–મંદિર બંધાવનાર શ્રાવક મંદિરમાં વપરાયેલ લાકડા વગેરેમાં જેટલા પરમાણું છે તેટલા લાખ વરસ સુધી સ્વર્ગનું સુખ પામે છે.
હકીકતમાં જોવા જઈએ તે પણ સમજાય એવી વાત છે કે જિનેશ્વર દેવોને આપણી ઉપર કેટલે બધો ઉપકાર છે? એ ઉપકારને બદલે વાળવા ખાતર એક શું હજારે મંદિર બંધાવીએ તે પણ ઓછાં છે. પૈસા તે ફેંકી દેવા જેવી ચીજ છે. એને સંગ્રહ કરવા કરતા એને સદુપયોગ જ કર જોઈએ.
જિનમંદિર બંધાવનારે શુદ્ધ ભૂમિ પર લાકડાં, પત્થર, ઈટ આદિ સારામાં સારી વસ્તુ લાવી, કારીગરોને ઠગ્યા વિના સંતોષ આપી, શુભ અધ્યવસાય સાથે પળાય એટલી જયણું પાબી જિનમંદિર બાંધવું જોઈએ.
106