________________
યુદ્ધ કરનારાઓને અને રાજ્ય કરનારાઓને ઈતિહાસ ભૂલી જાય છે પણ અમર સ્થાપત્યે મૂકી જનારને સદાય યાદ કરે છે.
પાણીની જેમ રેલાવી આબુ, રાણકપુર, તારંગા, સિદ્ધગિરિજી અને બીજા અનેક સ્થળે મંદિર બાંધી જનાર સંપ્રતિ રાજા, કુમારપાળ મહારાજા, વિમલમંત્રી અને ધનાશા પોરવાડ આદિને આજે પણ લેકે યાદ કરે છે એનું કારણ એમણે બંધાવેલા જિનમંદિર છે.
- જિનમંદિરનિમણની મહત્તા જે સમજાઈ જાય તે આજકાલ પિતાને ગામમાં કે પોતાની સોસાયટીઓમાં નૂતન-જિનમંદિર બાંધવા દેવદ્રવ્યની રકમ લેવા ટીપ કે અરજીઓ ન કરવી પડે. દેવદ્રવ્ય મુખ્યતયા જિર્ણોદ્ધાર માટે છે. સોસાયટીમાં કે ગામમાં બે બે પાંચ પાંચ લાખના બંગલા બાંધનાર શ્રીમતે ભગવાનના દર્શનનો લાભ પિતાને મળે એ માટે મંદિર બાંધવાનું હોય અને પિતાની શક્તિ હોય છતાં ય બહાર ભીખ માંગવા નીકળે તો એ પિતાની શ્રીમંતાઈ માટે એક મહાન કલંક ગણાય એ વાત ભૂલવી ન જોઈએ.
– જિમંદિર એ તે સંસારના તાપમાં સલગતા સંસારીઓ માટે એક અનોખું શાન્તિધામ છે.
17