________________
પૌષધશાળા
જીવનમાં શ્રીમંત શ્રાવકે એક પૌષધશાળા-ઉપાશ્રય પણ બંધાવો જોઈએ.
–શ્રાવક પિતાની ધર્મ આરાધના અને સાધમિકેની ધર્મ આરાધના માટે જ ઉપાશ્રય બંધાવે, ઉપાશ્રય બંધાવનાર શ્રાવકને એ ઉપાશ્રયમાં જ્ઞાન-દર્શન–ચારિત્રની થતી તમામ આરાધનાઓને અપૂર્વ લાભ મળે છે.
પિતાના માટે બંધાવેલ ઉપાશ્રયમાં શ્રાવક સાધુ-સાધ્વીને વિનંતી કરી ચાતુર્માસ કરાવી અથવા શેષ કાલમાં વિનંતી કરીને વસતિદાનનું મહાન પુણ્ય પણ પણ પ્રાપ્ત કરી શકે છે.
–સાધુ પણ શ્રાવકે પોતે પોતાને માટે બંધાવેલ ઉપાશ્રયમાં રહી શકે છે ને જ્ઞાન-દર્શન ચારિત્રની સુંદર આરાધના કરી શકે છે.
–શ્રાવક પોતે જે ગામમાં રહેતો હોય ત્યાં પૌષધશાળા હોય અને જરૂર ન હોય તે જે સ્થલે પૌષધશાળા ન હોય ત્યાં બંધાવી આપી પણ પિતાનું કર્તવ્ય અદા કરી શકે છે.
નોટ: જિનમંદિર જિનબિસ્મ. પૌષધશાળા આદિ બંધાવનાર શ્રાવકે એટલું લક્ષ્ય રાખવું કે એ કાર્ય આત્માને આંખ સામે રાખી કરવું પિતાની નામના માટે ન કરવું. લાખના ઉપાશ્રયમાં ૨૫ કે ૫૦ હજાર આપી પોતાની તકતી લગાવવી એ બધું અયોગ્ય છે.
114