________________
અંતિમ આરાધના
આ રીતે દિનકૃત્ય આદિ છએ કૃત્યેની આચારણપૂર્વક શ્રાદ્ધધર્મને દીપાવતે શ્રાવક તક મળે તે સાધુ બન્યા વિના રહે જ નહિ.
આમ છતાં જીવનભર કર્મના ગે સાધુપણું ન જ લઈ શકે તે
મરણકાળ જ્યારે નજીક આવે ત્યારે છેવટે સંલેખના કરી, ચારિત્રને સ્વીકાર કરી, ચારે આહારનો ત્યાગ કરવા સાથે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરે.
એક દિવસ શું એક અંતર્મુહૂર્ત પણ ભાવથી ચારિત્ર પ્રાપ્ત કરનાર આત્મા જે તે ભવમાં મોક્ષ સુખ પ્રાપ્ત ન કરે તેય વૈમાનિક દેવ તો જરૂર થાય છે.
અંતિમ અવસરે પણ ચારિત્ર ન લઈ શકાય તે મનને શત્રુંજય આદિ તીર્થનાં ધ્યાનમાં એકાગ્ર કરી, ચારે આહારને ત્યાગ કરી, ગુરૂમહારાજ હોય તો એમને બોલાવી એમની સમક્ષ અતિચારોની આલોચના કરી, બધું સિરાવી, વ્રત ઉચ્ચારી, દુષ્કૃત નિંદા કરી, સુકૃત અનુમોદના કરે, અરિહંતાદિ ચારના શરણ સ્વીકારી નમસ્કાર મહામંત્રમાં ચિત્ત પરેવી નમસ્કાર ધ્યાનમાં જ દેહ છોડે.
આવે આરાધક આત્મા સાતથી આઠ ભવમાં દેવ અને મનુષ્યપણાના સુખ પામી મોક્ષની મંઝિલ સર કરે છે. શ્રાવકનાં જીવન કર્તવ્ય અહિં પૂર્ણ થાય છે.
116