________________
સમ્યક્ત્વમૂલ બાર વ્રત
સંસાર સાગરમાં ડુબતા જીવને ઉગારી લેવા ભગવાને ધર્મતીર્થની સ્થાપના કરી.
ધર્મતીર્થની સ્થાપના કરતાં સંસારથી અને સર્વકર્મોથી મુક્ત થવા સર્વપ્રથમ સર્વવિરતિધર્મસાધુધર્મ બતાવ્યું. જેમાં પાંચમહાવ્રતાનું પાલન કરવાનું હોય છે. અને જે અતિદુષ્કર છે.
એ સાધુધર્મ ગમતું હોવા છતાં, લેવાની ઈચ્છા હોવા છતાં એ લેવા માટે અસમર્થ આત્માઓ માટે ભગવાને દેશવિરતિધર્મ –અર્થાત શ્રાવકધર્મ બતાવ્યું. જેમાં પાંચ અણુ વ્રતે ત્રણ ગુણવ્રત-અને ચાર શિક્ષાત્રતે કુલ બાર વ્રતનું પાલન કરવાનું હોય છે. એથી સર્વવિરતિની અભિલાષાવાળા શ્રાવકે બારવ્રત સમજીને અવશ્ય ગ્રહણ કરવા જ જોઈએ.
iin