________________
( 11 પ્રાયશ્ચિત્ત-આલોચના : ગુરૂ મહારાજને વેગ હોય તે ઓછામાં ઓછું વરસમાં એકવાર પ્રાયશ્ચિત્ત-પાપોની આલોચના લેવી જોઈએ.
પાપનું પ્રાયશ્ચિત કરવું એ એક મહત્વનું કર્તવ્ય છે. પાપથી મુક્ત થવા માટે ગુરૂ મહારાજ પાસે જઈ પાપની કબૂલાત કરી પ્રાયશ્ચિત માંગવું જોઈએ. કઈ પણ પાપ હૃદયમાં રાખવું ન જોઈએ. અને જે પ્રાયશ્ચિત આપે તે શક્ય એટલું જલ્દી પૂર્ણ કરી આપવું જોઈએ. જેથી આત્મા શુદ્ધ બને છે.
આ અગ્યારે વાર્ષિક કર્તવ્ય યથાશક્તિ દરેક શ્રાવકે દર વર્ષે કરવા જોઈયે.
વાર્ષિક કર્તવ્ય અહિં પૂરા થાય છે.
104