________________
– ઘરની આગળ નિગદ વગેરે ન થાય તેનું ધ્યાન રાખે. – નગદ કે લીલોતરી પર પગ મૂકીને ન ચાલે.
– કષાયજ્યપ, ઈન્દ્રિયજય તપ, અઠ્ઠાઈ, પંદર ઉપવાસ સોલ ઉપવાસ, માસક્ષમણ આદિ વિશેષ તપ કરે.
– છેવટે દરરોજ નવકારશી, ચોવિહાર તે અવશ્ય કરે જ.
– શક્ય હોય તે ચોમાસામાં ચાર મહિના ઉપાશ્રયમાં જ સંથારા પર સૂવે ને સવાર-સાંજ પ્રતિક્રમણ કરે.
– અતિથિ વિભાગ વ્રત કરે.
– રાયણ–આંબા વગેરે ફળોને ત્યાગ કરે. ભાજીપાલ -પાન વગેરે ખાવાને ત્યાગ કરે.
– ચોમાસામાં દરરોજ ઓછામાં ઓછાં એક સાધર્મિકને જમાડે.
– ઘર-મંદિર કે પૌષધશાળામાં જે કંઈ સમારકામ કરાવવું હોય તે ચોમાસુ બેસતાં પહેલાં કરાવી લે.
– ટૂંકમાં ચાતુર્માસના ચાર મહિનામાં બને તેટલી વધુ આરાધના અને બને તેટલી ઓછી હિંસા થાય એ માટે અવશ્ય લક્ષ્ય આપે.
– ચાતુર્માસમાં બને તેટલા વધુ નિયમે ગ્રહણ કરી શ્રાવકે એનું પાલન કરવું જોઈએ ને જીવનને એ દ્વારા ધર્મમય બનાવી જલ્દી સંયમધર્મ પ્રાપ્ત થાય ને પૂર્ણ અહિંસાનું પાલન થાય એ માટે શ્રાવકે પ્રયત્નશીલ બનવું જોઈએ.
ચાતુર્માસિક કર્તવ્ય અહિં પૂરા થાય છે.