________________
પર્વ– કર્તવ્ય
ધર્મ એ દરરોજ આરાધવાની ચીજ છે. કેઈ સમય એ નથી કે જે સમય શ્રાવકને માટે ધર્મ કરવા જેવો ન હોય. આમ છતાં સંસારની આળપંપાળને માયા જાળમાં ફસાયેલે શ્રાવક દરજને માટે અમુક વિશેષ ધર્મની આરાધનાઓ પિતાની આસક્તિથી કે અશક્તિથી ન કરી શકતો હોય તો એને પણ પર્વના દિવસો - પર્વતિથિઓમાં દરરોજ જે આરાધના કરતો હોય એથી કંઈક વિશેષ આરાધના અવશ્ય કરવી જોઈએ.
– પર્વના દિવસોમાં વિશેષ આરાધના કરવાનું કારણ એ પણ છે કે પ્રાયઃ કરીને આગામી ભવનું આયુષ્ય પર્વના દિવસોમાં બંધાતું હોય છે. એ દિવસોમાં શ્રાવક સંસારમાં ર –પ હોય, બજારમાં ભટકતો હોય કે દુકાન ખોલીને બેઠા હોય તો એ વખતના એના વિચારોઅધ્યવસાયે પણ એ રીતના જ ચાલતા હોય એ જ વખતે એને કઈ ખરાબગતિનું આયુષ્ય બંધાઈ જાય તે એની કરેલી ધમાં રાધના પર પાણી ફરી વળે અને મરીને દુર્ગતિમાં ન જવું હોય તો ય જવું પડે
માટે શ્રાવકે પર્વના દિવસોમાં નીચેની ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ.
1. પૌષધ કરે જોઈએ.
2. એ ન બને તે દસ સામાયિક કરી દેશાવગાસિક કરવું જોઈએ.