________________
– જેઓએ બાલ્યવયમાં જ આનંદપૂર્વક ચારિત્રધર્મને રવીકાર કર્યો છે એવા બાલમુનિઓને ધન્ય છે ખરેખર તેઓને જન્મ સફળ છે. હું તેવા ઉત્તમ મુનિઓને દાસ છું! તેમના ચરણોમાં હું નમસ્કાર કરું છું, મારા જીવનમાં પણ એ ઉત્તમ દિવસ કયારે આવશે કે હું પણ ચારિત્રને પ્રાપ્ત કરીશ.
) શ્રાવક આવા શુભ મને રાતના સૂતા,-સવારના ઉઠતાં, તથા અડધી રાતે જાગી ઉઠતાં સેવે. ત્યાર બાદ સમય થતાં રાતે પ્રતિક્રમણ કરે.
– શ્રાવકનું રાત્રિક કર્તવ્ય અહિં પુરૂં થાય છે.