________________
– ગૃહસ્થ હોવાથી કદાચ એકાન્ત બ્રહ્મચર્ય ધારણ ન કરી શકે તો પણ શક્ય હોય તેટલું બ્રહ્મચર્ય ધારવાની ભાવના રાખે, પર્વતિથિ વગેરેમાં તે અવશ્ય બ્રહ્મચર્ય પાળે જ! રાત્રે નિદ્રામાંથી જાગી જાય તે શું કરે?
શ્રાવક રાત્રે જાગી જાય તો કામવાસનાને મારવા માટે સ્ત્રીના શરીરની અપવિત્રતા – અશુચિતા આદિને વિચાર કરે અને અખંડ બ્રહ્મચર્યના ઉપાસક – જંબૂસ્વામિ-સુદર્શન શેઠસ્થૂલભદ્ર મહારાજ, વિજયશેઠ-વિજયા શેઠાણી-રાજુલ-રહનેમિ આદિના દ્રષ્ટાન્ત વિચારી મનને વૈરાગ્યથી તરબોળ કરી દે.
ખાસ સૂચના ઘણા વિચારોનું કહેવું છે કે માણસ સૂતી વખતે મનમાં જે વાસના રાખીને સૂઈ જાય છે તે જ વાસનામાં પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે. માટે સૂતી વખતે મેહને સર્વથા ત્યાગ કરી વૈરાગ્યની ભાવના ભાવતાં જ સુવે. જેથી ખરાબ સ્વપ્ન આદિ આવે નહિ. અને સારા જ સ્વપ્ન આવે. કદાચ સોપકમ આયુષ્ય હોવાથી રાતના ઉંઘમાં મરણ થાય તે ય શુભગતિ થવાનો સંભવ રહે. સવારે વહેલાં જાગી જાય તે શું કરે?
વહેલી સવારે ઉઠી ગયેલો શ્રાવક શુભ સંકલ્પ અને શુભ મનેર સેવે.
–ઉઠીને એ અનુમોદના કરે કે “ખરેખર હું ભાગ્યશાળી છું. જ્યાં આટલા જિનમંદિરે છે. ત્યાં મારો વસવાટ છે. જ્યાં સાધુઓનાં સતત ચાતુર્માસ થાય છે એવા નગરમાં મારો વેપાર ધંધે છે. જ્યાં આજુબાજુ સાધમિકેના જ ઘર છે એવી વસ્તીમાં મારું ઘર છે !