________________
રાત્રિ-કર્તવ્ય
શ્રાવકના રાતના કર્તવ્યની શરૂઆત અહિંથી થાય છે. ઉપાશ્રયેથી પ્રતિક્રમણ-સ્વાધ્યાય અને ગુરૂભક્તિ કરીને ઘરે ગયેલે શ્રાવક સૂતા પહેલા આખા કુટુંબને ભેગું કરે.
- કુટુંબને પુત્ર-પુત્રી સ્વજન આદિને ભેગા કરી એ લેકે સાંસારિક કામકાજમાં પડેલા સવારે વ્યાખ્યાન શ્રવણના લાભથી વંચિત રહી જતા હોય તે એમને પણ વ્યાખ્યાનમાં પૂ. ગુરૂમહારાજ પાસે સાંભળેલી ધર્મદેશનાની વાતે તેમ જ ધર્મને ઉપદેશ આપી સન્માર્ગે વાળવા એ શ્રાવકનું કર્તવ્ય છે.
– શ્રાવક ધર્મોપદેશમાં એવી સુંદર વાતે સમજાવે કે આખા ઘરનું વાતાવરણ ધર્મમય ને વૈરાગ્યમય બની રહે. સંસારની અસારતા સમજાવે, સંયમની મહત્તા સમજાવે, ગૃહસ્થ ધર્મના નિયમ બતાવે અને કઈ પણ રીતે કુટુંબને ધર્મમાર્ગે વાળે.
– પાપ કરતા કે સંસારમાં રાચતા એવા પિતાના પુત્ર-પુત્રીને બાપ કશું ન કહે કે કશું ન સમજાવે તો પુત્ર-પુત્રી જે કંઈ પાપ કરે એના અર્ધા ભાગીદાર મા-બાપ પણ બને છે.
– આ રીતે ધર્મશ્રવણ કરાવી એક પહોર રાત્રિ વીત્યા બાદ અલ્પનિદ્રાવાળો શ્રાવક પોતાના સ્વાના સ્થાને જાય અને અરિહંત અને ઉપકારી ગુરૂઓનું સમરણ કરતે કામવાસનાને તિરસ્કારની દ્રષ્ટિથી જોતો શ્રાવક પ્રાયઃ બ્રહ્મચર્યને ધારણ કરવાની ભાવના સાથે અલગ શય્યામાં સૂએ.