________________
- પ્રભુ પૂજા
'વિધિપૂર્વક સ્નાન કરી વસ્ત્ર પહેરી ખેસના આઠપડથી મુખકેશ બાંધી શ્રાવક પ્રથમ પિતાને ઘરે દહેરાસર હેય તે ત્યાં અષ્ટપ્રકારી પૂજા કરવા જાય.
ત્રિકાલ પૂજામાં શ્રાવક સવારે વાસક્ષેપથી પૂજા કરી મધ્યાહ્નકાળે અષ્ટપ્રકારી પૂજા કરવા જાય.
પૂજા કરવાના સમયે સાત પ્રકારની શુદ્ધિ હેવી જોઈએ. ૦ અંગ વસન મન ભૂમિકા, પૂજો પકરણ સાર!
ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર !! 1. અંગ શુદ્ધિ : પ્રથમ શરીર શુદ્ધ થાય તેટલું જ પાણી સ્નાન માટે વાપરે. તળાવમાં, નદીમાં, સરોવરમાં કે હેજમાં પડીને અથવા નળની ચકલી નીચે બેસી જઈ નહાવાથી અનેક જીવોની હિંસા થાય છે. પાણી ડેલમાં લઈ ગળીને સ્નાન કરી અંગની શુદ્ધિ કરે.
2. વસ્ત્ર શુદ્ધિ : પૂજાના વચ્ચે સ્વચ્છ શુદ્ધ અને જુદા રાખવા. તેનાથી માત્રુ, Úડિલ આદિ કરવા નહિ. સાંધેલા વસ્ત્ર વાપરવા નહિ.
૦ પુરૂષોએ ધોતીયું ને ખેસ બેજ વાપરવાં. સ્ત્રીઓએ કાંચળી સહિત ત્રણ વસ્ત્રો વાપરવાં. પાટલુન, પેન્ટ, બુશકેટ વગેરે સીવેલા વસ્ત્ર ન વાપરવાં.
૦ આઠ પડ કરી ખેસ મેઢે અને નાકે બાંધવો. જેથી મુખ અને નાકને શ્વાસ પ્રભુને પૂજા કરતાં સ્પશે નહિ.