________________
પછી ચૈત્યવંદન કહી “અંકિચિ” “નમુત્થણું” “જાવંતિ ચેઈયાઈ” “ખમાસમણ” “જાવંત કેવિ સાહૂ” “નડતું ” કહી સ્તવન કહેવું પછી “જય વિયરાય” પૂર્ણ કહી ઊભા થઈ “અરિહંત ચેઈયાણું” “અન્નત્થ” કહી એક નવકારને કાઉસગ કરી. પારી, “નમેહતું” કહી દેય કહેવી. પછી એક ખમાસમણ દેવા પૂર્વક પચ્ચકખાણું બાકી હોય તે પચ્ચકખાણ લેવું. ૦ પ્રાર્થના
પૂજા પૂર્ણ કર્યા બાદ ઘરે જતા પહેલાં દરરોજ પ્રભુને હૈયાથી એટલી પ્રાર્થના કરવી કે “હે ભગવાન! તારા શાસનની દીક્ષા મને જલ્દીમાં જલ્દી મળે. ત્યારબાદ મંદિરમાંથી બહાર નીકળે.
તા. ક. યાનમાં રાખવું કે દહેરાસરમાં તેજ સ્તવન કહેવા જોઈએ કે જેમાં ભગવાનની સ્તુતિ હોય, ગુણાનુવાદ હોય, આત્મનિન્દા અથવા ભગવાનને પ્રાર્થના હોય.
એવા સ્તવને ન બેલવા જોઈએ કે જેમાં જીવનેમનુષ્યને ઉપદેશ આપે હોય જેમકે
પંચમી તપ તમે કરે છે પ્રાણી
જીમ પામે નિર્મળ જ્ઞાન રે.” આવાં સ્તવને ભગવાન પાસે ન બોલવા જોઈયે કેમકે ભગવાનને કંઈ ઉપદેશ દેવા નથી. પ્રભુ પૂજનનું ફળ
उपसगाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लया । मनःप्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥