________________
2. પ્રદક્ષિણાવિક :
અનાદિકાળના ભવના ફેરા, દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણની આરાધનાથી ટળે એ માટે ભગવાનને ત્રણ પ્રદક્ષિણ આપવાની છે. ત્રણ પ્રદક્ષિણા દેતાં ભવભ્રમણ આંખ સામે આવવું જોઈએ. 8. પ્રભુભવિક
(૧) અંજલિબદ્ધ પ્રણામ :
ભગવાનની મૂર્તિ જોતાં જ અથવા તે ભગવાનનું મંદિર જોતાં જ બે હાથ જોડી મસ્તક નમાવી “નમો જિણાણું બેલી પ્રણામ કરવા જોઈએ.
(૨) અર્ધવનત પ્રણામ ?
અડધું શરીર નમાવી બે હાથ જોડી પ્રણામ કરવા તે અધવત પ્રણામ, ભગવાન સમક્ષ સ્તુતિ બેલતા પહેલાં આ પ્રણામ કરવા જોઈએ.
(૩) પંચાગ પ્રણામ :–
બે ઢીયણ, બે હાથ, એક મસ્તક આ પાંચ અંગ ભેગા કરી પ્રણામ કરવા તે પંચાંગ પ્રણામ! ચૈત્યવંદનાદિમાં જે ખમાસમણ આપવામાં આવે છે તે પંચાંગ પ્રણામ છે. 4. પૂજાત્રિક:
૧. અંગપૂજા : ભગવાનના અંગને ઉદ્દેશીને જે પૂજા થાય તે અંગપૂજા-જલચંદન-પુષ્પપૂજા-ધૂપપૂજા !
૨. અગ્રપૂજા ઃ ભગવાન સમક્ષ દૂર ઊભા રહી જે પૂજા થાય તે અગ્રપૂજા –દીપ અક્ષત નૈવૈદ્ય અને ફળપૂજા !