________________
૩. ભાવપૂજા : દ્રવ્યપૂજા બાદ ચૈત્યવંદન સ્તુતિ વગેરે ભાવપૂજા છે. 6. અવસ્થાત્રિક :
ભગવાનની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાઓનું ચિતન કરવું તે અવસ્થાત્રિક.
(૧) પિઠસ્થ : પિંડર્થ અવરથામાં ભગવાનને જન્મરાજ્ય અને શ્રમણ એ ત્રણ અવસ્થાઓ ચિંતવવી. જન્મ અવસ્થામાં ભગવાનને ઈદ્રો મેરૂ પર્વત પર લઈ જાય છે અને જન્માભિષેક કરે છે. ૫૬ દિકકુમારિકાઓ ૬૪ ઈન્દ્રો આદિ દેવે ભગવાનની આટલી ભક્તિ કરે છે છતાં ભગવાનમાં જરીયે અભિમાન કે ગર્વ નથી આવતો. ભગવાન નિર્લેપભાવે રહે છે. વગેરે વિચારવું. રાજ્યાવસ્થામાં ભગવાન રાજ્ય કરતા હોવા છતાં વિરાગ ભાવે રહે છે. અનિચ્છાએ “ચારિત્ર મેહનીય ખપાવવા જ રાજ્ય ચલાવે છે”, વગેરે ચિંતવવું.
શ્રમણઅવસ્થામાં દીક્ષા લીધા પછી ભગવાન કેવા ઘર પરીષહો અને ઉપસર્ગો સહે છે. અને ઘાતી કર્મો ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. હું પણ પ્રભુના શાસનની શ્રમણાવસ્થા કયારે પ્રાપ્ત કરીશ” વગેરે વિચારવું. (૨) પદસ્થ :
પદસ્થ અવસ્થા એટલે કેવલજ્ઞાન પછીની અવસ્થા, પદસ્થ અવસ્થામાં ભગવાન ત્રણે કાળનું ત્રણે લેકનું બધું જ જાણે છે. ધર્મતીથની સ્થાપના કરે છે. સમવસરણમાં બેસીને અખંડ દેશના આપીને જીવન કે ઉદ્ધાર કરે છે. વગેરે ચિંતવવું.