________________
આરતિ -મંગળ દીવો
પ્રભુ પૂજા કરતી વખતે દીપક પૂજામાં આરતિ મંગળદી ઉતારવામાં આવે છે. તેનાથી આપણું બાહો – આભ્યન્તર ઉભય કલ્યાણ થાય છે.
– સાંજે રાત પડે એ પહેલા આરતિ અને મંગળદી બને અનુક્રમે ઉતારવામાં આવે છે....આરતિને શાસ્ત્રમાં આરાત્રિક પણ કહી છે. તેથી શરીરની તથા મનની પીડા દૂર થાય છે, મનને શાંતિ મળે છે. ધર્મઆરાધનામાં આગળ વધાય છે.
– આરતિમાં પાંચથી સાત ઘીના દીવા હોય છે. મંગળદીવામાં એક જ ઘીને દી હોય છે. પ્રથમ મંગળદી પ્રગટાવી તેનાથી આરતિ પ્રગટાવાય છે. આરતિમાં શક્તિ પ્રમાણે કાંઈ પણ દ્રવ્ય મૂકવું જોઈએ.
આરતિ ખૂબ શાંતિથી આપણી ડાબી બાજુથી ઉંચે લઈ જઈ જમણી બાજુ ઉતારવી. આવી રીતે ઉતારીએ તેને “સૃષ્ટિ કહે છે. એથી ઉધી રીતે ઉતારીએ તેને “સંહાર કહેવાય છે. એ રીતે ઉતારવાથી ઉતારનારનું અમંગળ થાય છે. પછી તે જ પ્રમાણે મંગળદી ઉતારી તેને પ્રભુ સન્મુખ મૂકવે (ઠાર નહિ.) તે વખતે કપૂર પ્રગટાવવું જોઈએ. આરતિમંગળદી નાભિથી નીચે અને પ્રભુથી ઉચે ન લઈ જવા જોઈએ. આરતિ મંગળદીવા વખતે આરતિ – મંગળદીવાને પાઠ બોલ જોઈએ તથા ઘંટ નગારા ઝાલર વાંજિત્રે વગાડવા જોઈએ.
નોટ : આરતિમાં ૧૦૮ દીવા પણ હોઈ શકે છે.