________________
– ઘરે પ્રતિક્રમણ કરે અને જે સ્થાપનાચાર્યજી ન હોય તે ધાર્મિક પુસ્તકાદિ નવકાર-પચિદિયથી સ્થાપીને સામાયિક લે અને સામાયિક પૂર્ણ થયા બાદ નવકાર ગણુને તે ઉત્થાપી લે.
– સૂર્યાસ્ત સમયે વંદિતુ આવે એ રીતે પ્રતિક્રમણ કરવું એ ઉત્સર્ગ માર્ગ છે.....અપવાદથી (સકારણે) દૈવસિક પ્રતિક્રમણ દિવસના ત્રીજાપ્રહરથી (સાંજથી) અર્ધરાત્રિ (રાતના સાડાબાર) સુધી કરી શકાય. રાત્રિપ્રતિક્રમણ પણ અપવાદથી અર્ધરાત્રિથી માંડીને બીજા દિવસના સૂર્યોદય પછીના મધ્યાહ્ન સુધી એટલે દિવસના લગભગ બાર વાગ્યા સુધી કરી શકાય.
– આથી એ નકકી થાય છે કે ગમે તેવા સંજોગોમાં પણ શ્રાવકે બે વાર સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું જ જોઈએ.
– સામાયિક પારી ચૌદનિયમ ધારનાર શ્રાવક પહેલા ન સંક્ષેપ્યા હોય તે ચૌદનિયમ સંક્ષેપી નવા નિયમ ધારી લે. ને દેશાવગાસિકનું પચ્ચકખાણ લઈ લે. હકીક્તમાં પ્રતિક્રમણ પહેલા જ નિયમ સંક્ષેપી નવા નિયમ ધારી પચ્ચકખાણ લઈ લેવું જોઈએ.