________________
(૩) રૂપાતીત :
રૂપાતીત અવસ્થા એટલે સિદ્ધ અવસ્થા. ઘાતી અઘાતી સઘલા કર્મોને ખપાવી ભગવાન મેક્ષમાં જાય છે. હવે એમને જન્મ જરા કે મરણના કેઈ દુઃખ નથી. સદાય સુખમાં રહેવાનું છે. હું પણ જ્યારે એ બનીશ? વગેરે વિચારવું. 4. દિશિત્યાગરિક?
સત્યવંદન આદિમાં ભગવાનની મૂર્તિ જે દિશામાં હોય તે દિશામાં ભગવાન સમક્ષ દષ્ટિ રાખી બાકીની ત્રણે દિશામાં લેવાનો ત્યાગ કરવા જોઈએ. 7. પ્રમાજનાત્રિક :
ચૈત્યવંદન શરૂ કરતા પહેલા બેસવાની ભૂમિનું ત્રણવાર પ્રમાર્જન કરવું જોઈએ. પૌષધમાં રહેલ શ્રાવકે ચરવળાથી, સાધુએ રજોહરણથી, પૌષધરહિત શ્રાવકે ખેસના દશીવાળા છેડાથી અને શ્રાવિકાએ સાડીના છેડાથી પ્રમાર્જન કરવું જોઈએ. 8. આલંબનશ્ચિકઃ
સૂત્ર, અર્થ અને મૂર્તિ આ ત્રણ આલંબન છે.
સવ આલંબન : ચૈત્યવંદનના સૂત્રે શબ્દ રહી ન જાય તે રીતે વ્યવસ્થિત બોલવા.
અલંબન : ચૈત્યવંદનના સૂત્રે બોલતા તેના અર્થમાં ઉપગ રાખો.
મૂર્તિ આલંબન : ચૈત્યવંદન કરતા પ્રભુની સન્મુખ દષ્ટિ રાખી પ્રભુમાં જ ઉપયોગ રાખો.