________________
તેની કઈ રખાત, વેશ્યા કે પરસ્ત્રીને આપશે, અથવા એ જ ફૂલની શય્યા કરી તેની ઉપર વિલાસમાં આળોટશે, અથવા કઈ સ્ત્રીના કંઠમાં કે આંબેડામાં આ ફૂલે જશે તે બીજાને પાપબંધમાં જ નિમિત્ત બનશે.
આથી માળી પાસેથી બીજે કઈ ફૂલ લઈ જઈને અધર્મ આચરે તેના કરતા એ ફૂલે ખરીદીને હું તેને ધર્મમાં ઉપયોગ કરું તે જ ઠીક છે. બકરે કસાઈના હાથમાં જાય અને એ જોતા રહેવામાં જે દેષ છે એ જ દોષ આ ફૂલે ન ખરીદવામાં મને લાગશે આથી ઉપેક્ષા કર્યા વિના મારે એ ફૂલે ખરીદી લેવા જોઈએ અને તેને ભગવાનનાં અંગ પર ચડાવી મહાન પુણ્યના ભાગીદાર બનાવવા જોઈએ.
આવી શુભ ભાવનાથી ફૂલે ખરીદી શ્રાવક ફૂલ પૂજા કરે. 4. ચેથી ધૂપ પૂજા :
પુ૫ પૂજા પૂર્ણ કરી પ્રભુની ડાબી બાજુએ ઊભા રહી ધૂપદાનીમાં દશાંગ અથવા અષ્ટાંગ ધૂપ ધખાવીને પ્રભુ સન્મુખ ધૂપ કરે. ધૂપ પૂજાને દુહેઃ
ધ્યાન ઘટા પ્રગટાવીયે, વામ નયન જિન ધૂપ મિચ્છર દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ છે
ભાવના : હે પ્રભે! આપની સમક્ષ ધૂપ પ્રગટાવવાથી જેમ અશુભ પુદ્ગલે દૂર થાય છે ને સુગંધ ફેલાય છે તેમ આપની ધૂપ પૂજાથી મારા આંતરિક અશુભ વિચારે દૂર થાઓ, મારૂં જીવન સુગંધી બને.