________________
---
— હાલમાં વાળા ચીના જે રીતે વપરાશ થાય છે તે ચાકખી ભગવાનની આશાતના છે. ભગવાનના નાક-કાન આંખ વગેરે પણ વાળા ચીના ઘસારાથી ઘસાઈ જાય છે. ભગવાનની મૂર્તિ એ સાક્ષાત્ જિનેશ્વર ભગવાન છે. આપણા કરતા પણ વધુ સુકામલ એમની કાયા છે. ભગવાન પર ઘસાતી વાળાચી કેાઇ પાંચ જ મિનીટ આપણા શરીર પર ઘસે તે આપણા શરીર પર ઉઝરડા પડી જાય. આપણે એની ઉપર ગુસ્સે થઈ જઈ ચે....તે પછી ભગવાનના શરીર પર આ રીતે વાળાકુચી ઘસવાથી કેટલુ મેટું પાપ લાગે ?
કદાચ વાળાકુચીના ઉપયાગ કરવાની જરૂર લાગે તે ય એકાસણું કરતાં આપણા દાંતમાં કઈ ભરાઈ ગયુ હાય તે જેટલી સાવધાનીપૂર્વક સળીના ઉપયાગ કરીયે એટલી સાવધાનીપૂર્વક ઉપયાગ કરવા જોઈએ.
ત્યાર બાદ પંચામૃત ‘દૂધ દહી, સાકર, ઘી અને પાણી ’ ભેગા કરીને જિનપ્રતિમાના પ્રક્ષાલ કરવા.
પ્રશ્ન : જળપૂજામાં દૂધ આદિ પંચામૃતથી શા માટે પ્રક્ષાલ કરવામાં આવે છે ?
જવાબ : ભગવાનના જન્માભિષેક વખતે દેવા ક્ષીરસમુદ્ર આદિમાંથી લાવેલા ક્ષીર-ધૃત આદિ જેવા પાણીથી પ્રક્ષાલ કરે છે. એ પાણી દૂધ ઘી આદિ જેવુ અત્ય ંત મધુર હાય છે. મનુષ્યા એ પાણી લાવી શકે નહિ. આથી દેવાની શક્તિના અનુકરણ રૂપે જળપૂજામાં પ્રથમ પંચામૃતથી પ્રક્ષાલ કરવામાં આવે છે. પંચામૃતથી પ્રક્ષાલ કર્યો ખાદ્ય શુદ્ધ જળથી
પ્રક્ષાલ કરવા.
45