________________
1. પ્રથમ અંગ : જમણ તથા ડાબા પગનો અંગૂઠે. દુહા- જલ ભરી સંપૂટ પત્રમાં, યુગલિક નર પૂજતા
ઝાષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત છે ભાવનાઃ હે પ્રભે! આપના ચરણોની સેવા મને જન્મ-જન્મ પ્રાપ્ત થાઓ અને એ દ્વારા મારા ભવને અંત થાઓ. 2. બીજુ અંગ: જમણું તથા ડાબા પગને ઢીંચણ દુહા- જાનુબલે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશવિદેશ
ખડા ખડા કેવલ લહ્યું, પૂજે જાનુ નરેશ ! ભાવના : હે પ્રભે ! જેવી રીતે કાઉસગ ધ્યાનમાં ઊભા ઊભા આપે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું તેવી જ રીતે આપનાં જાનુની પૂજા કરવા વડે મને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થાઓ ! . ત્રીજુ અંગ : જમણું તથા ડાબા હાથના કાંડા. દહેકાન્તિક વચને કરી, વરસ્યા વરસી દાન
કરકાંડે પ્રભુ પૂજન, પૂજે ભવિ બહુમાન ભાવનાઃ હે પ્રભો ! જેવી રીતે આપે આ હાથ વડે વાર્ષિક દાન આપ્યું તેવી જ રીતે આપનાં હસ્તની પૂજા કરવા માટે મારામાં પણ એવી શક્તિ આપો કે જેથી “હું પણ વાર્ષિક દાન આપું!” 4 ચેથું અંગ : જમણ તથા ડાબો ખભે. દુહે માન ગયું દેય અંશથી, દેખી વિર્ય અનંત !
ભૂજા બલે ભવજલ તર્યા, પૂજે બંધ મહંત !
1