________________
જળપૂજાને દૂહે :
જળપૂજા જુગતે કરે, મેલ અનાદિ વિનાશ જળપૂજા ફળ મુજ હેજે, માંગે એમ પ્રભુ પાસ.
ભાવના ? મનમાં આ પ્રકારની ભાવના ભાવવી જોઈએ. “હે પ્રભો ! આપને સનાન કરાવવાથી મારે કર્મરૂપી મલા દૂર થાઓ. (2) બીજી ચંદન (કેસર બરાસ) પૂજા ?
૭ પ્રક્ષાલ કર્યા પછી પ્રભુજીની મૂર્તિને મુલાયમ મલમલના ત્રણ અંગલુંછણ કરવા અને આજુબાજુનું પાણી સાફ કરવા જાડા પાટલુંછણને ઉપયોગ કરો. ત્યાર બાદ ચંદન પૂજા નવ અંગે કરવી. ચંદન પૂજાને દુહે :
શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ભગવાન ?
હે પ્રભે : ચંદન વડે આપની પૂજા કરીને હું પણ એજ ચાહું છું કે “જેવી રીતે ચંદન શીતલ છે તેવી જ રીતે મારૂં ચિત્ત કામધાદિ તાપથી દૂર થઈ શાન્ત-શીતલ થઈ જાવ.” નવ અંગે પૂજાનાં દુહા
પ્રત્યેક અંગે પૂજા કરતી વખતે મનમાં નીચેના એકેક દુહા અગર એની ભાવના ચિંતવવી. કારણ પૂજા વખતે બોલવાને નિષેધ છે.