________________
ગમે તે રીતે પુરું કરવાની વૃત્તિ, પ્રમાદ અને અજ્ઞાન જ કારણ છે. પણ આવા નજીવા કારણોથી થતી ભૂલે આપણે કરેલી પૂજાના ફળને ધોઈ નાંખે છે. અને ઉપરથી આશાતનાનું કાળું ટીલું કપાલે ચુંટાડે છે. પૂજાના આવા ઉત્તમ કાર્યમાં બેદરકારી વધવાથી બીજા જીને પણ પૂજા પ્રત્યે અણગમે કે અરૂચિ પેદા થાય છે અને એ બધું પાપ આપણને લાગે છે.
પૂર્વના મહાપુરૂષોએ આપણું હિત માટે કેટલાં ય કષ્ટ સહીને જાળવી રાખેલી અને આપણું સુધી પહોંચાડેલી અનુષ્ઠાનની શુદ્ધિ, વિધિ અને મર્યાદાને પ્રાણને પણ જાળવી રાખવાનું આપણું કર્તવ્ય છે.
આપણને મળેલે આ વિધિમર્યાદાને અમર વારસો હાથે કરીને આપણે ખાઈ નાંખશું તે એ આપણું જ કમનશીબી લેખાશે.