________________
ગૃહવ્યવસ્થા
આટલું ક્યાં બાદ ઘર સંસારને અને ઘરવાસને હૈયાથી ભૂડો માનતા શ્રાવક જરૂરિયાત જણાય તે ઘરે જઈને ઘરની વ્યવસ્થા કરે. અર્થાત્ ભજન વસ્ત્ર સંબંધી કંઈ કામકાજ હેય તે વિવેકપૂર્વક પૂર્ણ કરે.
– નોકર વગેરેને પોતપોતાના કામમાં નિયુક્ત કરે કારણે સંસારમાં બેઠેલે શ્રાવક સંસાર તરફ દુર્લક્ષ્ય સેવે તે સંસારથી અને ધર્મથી ઉભયથી ભ્રષ્ટ થાય. લોકે એને અવ્યવહારૂ કહે. અને ધર્મની નિંદા કરે અને આગળ વધતા પગલે પગલે પૈસાની જરૂરિયાતવાળા અને અન્યાય અને અનીતિને માર્ગ લેવાને ય વખત આવે.
– ત્યારબાદ બની શકે તે પોતાનાથી થાય એટલી પ્રેરણું કરીને પોતાના ઘરના બધા જ સભ્યોને સાથે લઈ ગુરૂમહારાજ પાસે જિનમંદિરના રંગમંડપમાં અથવા તો ઉપાશ્રયે જ્યાં ગુરૂમહારાજ હોય ત્યાં વ્યાખ્યાન શ્રવણ કરવા આવે.