________________
વ્યાખ્યાન શ્રવણ
જિનવાણું શ્રવણ એ શ્રાવકજીવન માટે એક દિવસ પણ ન ચૂકાય એવું કર્તવ્ય છે.
ખેડૂતને જેમ પાણી વિના ન ચાલે એમ શ્રાવકને જિનવાણી વિના ન ચાલે.
જિનવાણું સાંભળતા એનું હૈયું સદા ઉલ્લસતું હોય. જિનવાણી સાંભળવા બધા કામ પડતા મૂકી શ્રાવક દેડ દેડ જાય. જિનવાણીમાં આખા ય જીવનને પલટી નાંખવાની અજબ તાકાત સમાયેલી છે.
એક જ દિવસના જિનવાણીના શ્રવણે શાલિભદ્રના જીવનમાં એ પલટે લાવી દીધો કે “સાત માળને મહેળ” અપ્સરા જેવી આજ્ઞાંક્તિ બત્રીસ પત્નીઓ, અને આકાશમાંથી રેજ રે જ ઉતરતી નવાણું પેટીઓ એને છોડવા જેવી લાગી ગઈ એટલું જ નહિ એ બધું ય એણે છોડી દીધું ને ભગવાન પાસે જઈ દીક્ષા લઈ વૈભારગિરિ પર અનશન કરી દીધું.
ફળની શય્યા પર સૂનારા એ શાલિભદ્રજી એક જ જિનવાણીના શ્રવણે પ્રભુની પાસે સંયમ સ્વીકારીને અનશન ગ્રહણ કરીને વૈભારગિરિની ધગધગતી શિલા પર હસતે મહએ સૂઈ ગયા ને જીવનનું કામ કાઢી ગયા.
દિ ઉગે રોજની સાત સાત હત્યા કરનાર મહાપાપી અર્જુનમાળી!. જિનવાણીના શ્રવણે એના જીવનમાં એવો પલટો લાવી દીધું કે મહાબૂની મટી એ મહામુની બની ગયો.
35