________________
9. ગુરૂમહારાજ વ્યાખ્યાનમાં કઈ શ્રાવક ચગ્ય કર્તવ્યની
વાત, આજ્ઞા કે નિરવઘ આદેશ કરે તે “તહત્તિ કરી ઝીલી લે.
વ્યાખ્યાન બાદ જેણે સવારમાં પ્રતિક્રમણ ન કર્યું હોય તે ગુરૂને દ્વાદશાવ (બે વાંદણ દઈને) વન્દન કરે અને યથાશક્તિ પિરસિ, સાઢ પિરિસી, બિયાસણ, એકાસણુ, આયંબિલ આદિ પચ્ચકખાણ લે.
વ્યાખ્યાન બાદ ગુરૂમહારાજને આહારપાણી માટે પોતાને ઘરે પધારવા વિનંતી કરે અને સંયમ સાધનામાં ઉપયોગી વસ્તુઓનાં નામ આપી હાથ જોડીને કહે કે આમાંથી કઈ પણ વસ્તુને ખપ હેય તે મને લાભ આપે. નેચરીને સમય થયો હોય તે આગ્રહ કરીને પિતાને ત્યાં પોતે જાતે સાથે લઈ જાય ને ઉલ્લાસપૂર્વક લાભ લે.