________________
6. અપેહ - સાંભળેલ વચનથી વિરૂદ્ધ વસ્તુને ત્યાગ
કરો અથવા અપહ એટલે પદાર્થનું
તે તે ગુણપર્યાય પૂર્વકનું જ્ઞાન કરવું. 7. અર્થવિજ્ઞાન- સંદેહરહિત થઈ યથાર્થજ્ઞાન પ્રાપ્ત કરવું 8. તત્વજ્ઞાન - સંદેહરહિત જ્ઞાનમાં “આ એમ જ છે”
એવો નિશ્ચય કરે. વ્યાખ્યાન શ્રવણ કરતી વખતે નીચેની વાતને અવશ્ય ખ્યાલ રાખવો જોઈએ. 1. પગને કેડની સાથે બાંધીને બેસવું નહિ. 2. પગ લાંબા કરીને બેસવું નહિ. 3. પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહિ. 4. ગુરૂથી સાડાત્રણ હાથ દૂર બેસવું. 5. બિલકુલ પાછળ નહિ, બિલકુલ સામે નહિ, તથા બિલકુલ બાજુ પર નહિ, પણ એવી રીતે બેસવું કે ગુરૂમહારાજનું મુખ દેખાય, ગુરૂમહારાજની દષ્ટિ આપણી
ઉપર પડે અને આવનારને વિન ન થાય. 6. કેઈ આવનારની સાથે એકદમ વાતચીત ન કરે. 7. વ્યાખ્યાનમાં વિષય બદલાઈ જાય એ અસંબદ્ધ પ્રશ્ન
ન પૂછે. એ પ્રશ્ન વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ ગુરૂ
મહારાજ પાસે જઈ વિનયથી પૂછે. 8. વ્યાખ્યાનમાં પ્રશ્ન પૂછનાર શ્રાવક પણું હાથ જોડીને વિનયપૂર્વક “ભગવાન ! આ નથી સમજાતું કૃપા કરી સમજાવો” એ રીતે બહુમાનપૂર્વક પૂછે.