________________
જેન પણ સંસારને જેલ માનતે હોય ને એમાંથી છૂટવાની તક જ જેતે હેય.
કર્મને જેલર જ્યાં જીવનને પુત્ર-પત્ની આદિના નેહનું દેરડું ગળામાં કચકચાવીને બાંધી દઈ રાંકડે બનાવી દઈ એનાં પ્રાણ લે છે.
હકીકત છે કે સંસાર એક ભયંકર જેલ નહિ તે બીજુ છે શું..? સંસાર માંડેલા બધા કેદી છે.
કેદી ભાગી ન જાય એ માટે સતત ચોકી પહેરે રાખનારા છોકરાઓ એ “જેલરે છે. પત્ની એ પગમાં પડેલી લોખંડની બેડી છે. માલ મિલ્કત ને ધનને રાગ એ હાથમાં પહેરાવાયેલ હાથકડી છે.
સંસારની જેલમાં ભૂલે ચૂકે માણસ એકવાર પૂરાયો પછી એને માટે બહાર નીકળવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. ન કરવા હોય તેય એને ત્યાં પાપ કરવા પડે છે. ન બોલવું હોય તેય એને ત્યાં જુઠ બેલવું પડે છે. ચેરી કર્યા વિના કમાવાનું સદ્ભાગ્ય એને માટે દુર્લભ બની જાય છે. અબ્રહ્મને તે એ અખાડે જ છે. પરિગ્રહ એ તો એ કેદખાનાની મુખ્ય પેદાશ છે. જ્યાં આ પાંચ પાપ હોય ત્યાં બાકી રહેલા તેર પાપોને આવવાને પૂર્ણ અવકાશ રહે છે. આવા પાપમય સંસારમાં પાપ કરીને જીવન પુરૂં કરનારે પરભવમાં પછી સુખની ઈચ્છા રાખે તે એની ઈચ્છા ફળે જ શી રીતે ?
સુખી તે જ બની કે જેના હૈયામાં સંસારનો સાચે વિરાગ જન્મી જાય. દુઃખમય સંસાર જ નહિ સુખમય સંસાર પણ છોડવા જેવો જ છે એમ જેને હાડોહાડ જચી જાય.
10