________________
શ્રાવક કેને કહેવાય? શ્રાવક એટલે “સંસારને કેવી' શ્રાવક એટલે “સંયમને પ્રેમી”!
શ્રાવક એટલે મુક્તિ અભિલાષી! કરોડપતિ થવું તે બધાને હોય પણ બધા કરોડપતિ બની ન શકે—કરોડપતિ થવું એ કંઈ સહેલી વાત નથી. દુનિયાના કોઈ પણ લખપતિને પૂછીએ કે “તારે શું થયું છે?” તે જવાબ એક જ હશે.“મારે કરોડપતિ થવું છે!”
બીજો પ્રશ્ન પૂછીએ... “કેમ કરેડપતિ થતું નથી...?” તે જવાબ મળશે “ભાગ્ય નથી. દિવસ રાત એ માટે જ મહેનત કરું છું. – પેઢી ખોલું છું – માલ લાવું છું – માલ વેચું છું પણ હજુ ભાગ્ય ઉઘડતું નથી!”
એમ શ્રાવકને કંઈ પૂછે કે-“શું થયું છે...? તે શ્રાવક પાસેથી એક જ જવાબ મળે કે “સાધુ થવું છે !'
કેમ થતું નથી....?” તે બીજે જવાબ મળે કે “એટલું હજુ દુર્ભાગ્ય છે,” “સાધુ થવા માટે જ મંદિરે જાઉં છું, ઉપાશ્રયે જાઉં છું, વ્યાખ્યાન સાંભળું છું, પૂજા કરું છું,