________________
કહી દીધું “તમે કહો તે મારું આખું જીવન તમને આપી દઉં. કહે તે મારું માથું કાપીને આપી દઉં કહો તે મારા ઘરબાર વેચીને આપી દઉં. પણ મારા જીવતાં પ્રાણથી પણ વધુ પ્રિય એવું મારું સામાયિક ન આપી શકું?
જે સામાયિક માટે પુણિયાએ મગધના સિંહાસનને પણ “યૂ કરી દીધું એ સામાયિક ખાતર આપણે ૨૪ કલાકમાંથી માત્ર ૪૮ મિનીટ શું ન આપી શકીએ?
સામાયિકમાં બને ત્યાં સુધી શ્રાવકે....બે પ્રતિક્રમણ પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ આદિને નો અભ્યાસ અને જુનાને સ્વાધ્યાય આદિ કરી જ્ઞાન મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ગેખવાની મહેનતથી કંટાળવું ન જોઈએ
જ્ઞાન એ આત્માને ગુણ છે. જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં જે કર્મ ખપાવે છે એ અજ્ઞાની કરડે વર્ષમાં નથી ખપાવી શકતે. માટે જ્ઞાનાભ્યાસમાં જ ચિત્ત લગાવવું જોઈએ.
એ માટે તદન અશક્તિ હોય તે આત્માને ઉપકારી ધર્મગ્રન્થોનું વાંચન કરવું જોઈએ. એ પણ ન થઈ શકે એમ હેય તે છેવટે નવકારવાળી અપ્રમત્ત રીતે ગણવી જોઈએ. - સામાયિક બને ત્યાં સુધી ઉપાશ્રયમાં ગુરૂ સમક્ષ કરવાથી ચિત્તની શુદ્ધિ વધુ જળવાય છે.