________________
સંસાર જેને જેલ જેવું લાગે છે. સંસાર જેને ભૂંડે લાગે છે. સંસાર જેને છોડવા જેવો લાગે છે.
સંસાર જેને દુર્ગતિને દરવાજે લાગે છે, એ શ્રાવક સંસારમાં રહેવું પડે તે શી રીતે રહે?
એવો શ્રાવક એક પાપથી કામ પતતું હોય તો ચાર પાપ ન કરે. ચારથી પતતું હોય તે આઠ ન કરે. ઓછામાં ઓછા પાપથી જીવન જીવવાની મહેનત કરે.
એની સ્થિતિ ધગધગતા લોખંડના તવા ઉપર પગ મૂકીને પસાર થવાની કોઈને શિક્ષા કરવામાં આવી હોય એવા માણસ જેવી હોય.
એ માણસ એક પગ મૂકવાથી પસાર થવાતું હોય તો બે પગ ન મૂકે. પગની એડી મૂકવાથી પસાર થવાતું હોય તે પગની પાની ન મૂકે. પગની આંગળીઓ જ મૂકવાથી પસાર થવાતું હોય તે પગની એડી ય ન મૂકે ને પગની પાની ય ન મૂકે.
શ્રાવક પણ સંસારમાં કેમ ઓછામાં ઓછા પાપથી જીવાય ને વધારેમાં વધારે ધર્મ થાય એ જ લક્ષ્યવાળો હોય.
આવા લક્ષ્યવાળે શ્રાવક છેડે પણ જે કંઈ ધર્મ કરે તે સારે કરે, વિધિપૂર્વક કરે, શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે કરે.
દરેક વખતે એને એક પ્રશ્ન હોય. “મારે શું કરવું જોઈએ ને કેવી રીતે કરવું જોઈએ?
પૂજા કેટલી વાર કરવી જોઈએ? કેવી રીતે કરવી જોઈએ?