________________
ન જાગે એને જગત શું કહેશે? “અભાગીઓ છે, આના ભાગ્યમાં કરેલ્પતિ થવાનું લખાયું જ છે કયાં..? નહિ તે આવી મઝેની હાથમાં આવેલી તક કેણ જતી કરે....?”
એમ જેનું શરીર સારું છે, સંસારમાંથી ધારે તે નીકળી શકે એમ છે, સારામાં સારી આરાધના કરી શકે એમ છે. આરાધના દ્વારા દર રહેલા મેક્ષને હથેલીમાં રમતો પણ કરી શકે એમ છે. છતાં જેને મેક્ષ મેળવવાની કે એ માટે સંયમ લેવાની ભાવના જ ન જાગતી હોય કે ભાવના જગાડવાનો પ્રયત્ન જ જેને ન હોય એ જૈન હોવા છતાં એના જેવો અભાગી આત્મા આ સંસારમાં બીજે કઈ નથી એમ જ્ઞાનીઓ કહે છે.
આવા અભાગી આત્માને પણ પિતાના દુર્ભાગ્યનું દુઃખ હોય......પોતાના હૈયામાં જામ થઈ ગયેલા સંસારના તીવ્ર રાગ પ્રત્યે તિરસ્કાર હોય. સંસારમાં રહેવા છતાં “સંસારમાં રહેવું પડે છે” એને એ પિતાની કમનસીબી લેખતે હોય તો એને માટે પણ ઉદ્ધારને માર્ગ સદંતર બંધ નથી થતો પણ ખૂલે રહે છે.