________________
આવો જૈન શું કરે?
સાધુ થવાની ભાવના રાખે !
જેન એટલે જિનેશ્વરદેવને ઉપાસક. જિનેશ્વરના ઉપાસકને જિનેશ્વરદેવે કહેલા માર્ગ પર અતૂટ શ્રદ્ધા હોય. તમેવ સર્વ નિરાં, કં નિહિં “તે જ આ જગતમાં સાચું અને શંકા વિનાનું છે કે જે જિનેશ્વરદેવે કહ્યું છે. જિનેશ્વરદેવના કહેલા વચનમાં કે બતાવેલા માર્ગમાં ફેરફાર હાય નહિ” આ વાત એની રગ-રગમાં વસી ગઈ હોય. જિનેશ્વરની આજ્ઞા એ જ એનું સર્વસ્વ હાય.
એના માથે સુદેવ હોય. હૈયામાં સદ્દગુરૂ હોય.
આચરણમાં સદ્દધર્મ હોય. એના અંતરમાં એક જ રટણ ચોવીસે કલાક ચાલુ હોય કે “કયારે હું ભગવાનના શાસનને સાધુ બનું?”
કારણ, ભગવાને કહ્યું છે કે “આ સંસાર માં રહેવા જેવું સ્થાન નથી. રહેવા જેવું સ્થાન એક માત્ર મેક્ષ છે. સંસાર