________________
સિતારે છે. પણ જેન જે જન બનવા માંડે તો એ એના મહાન દુભાંગ્યની નિશાની છે.
જમાનાની સામે પૂરે જનારે જ સાચે જેન બની શકે છે ને જીવનભર પોતાના જૈનત્વને અણિશુદ્ધ રાખી શકે છે.
એ હિંમત જેનામાં નથી એનું જૈનત્વ હર ઘડી જોખમમાં હોય છે. એનું જૈનત્વ જનપ્રવાહમાં તણાઈ જવા જ સર્જાયુ હોય છે.
જૈન તે સહાય માથું ઊંચુ રાખી ગૌરવ લઈને ફરતે હેય કે “હું જેન છું.જિનેશ્વર ભગવાનને અનુયાયી છું. જમાનાને અને મારે છૂટાછેડા છે. જે જમાને જિનશાસનને વફાદાર એ જમાને મારે. જે જમાને જિનશાસનને બેવફા એની જોડે મારે ન સગપણ કે ન સંબંધ”!
આજે એ ગૌરવ, એ ખમીર અને એ અંતદિલી જેને પિતાનામાં લાવવાની જરૂર છે.
- એ ગૌરવ એ ખમીર અને એ અંતદિલીની દાયેલી કબર પર ઊભે ઊભે પણ હાસ્ય વેરતા જેન જગતને કે જેનશાસનને કશું જ ન આપી શકે.
જમાનાવાદ અને જડવાદ સાથે જોડાયેલે જૈન, જેનશાસનને કદિ વફાદાર નહિ રહી શકે.
જમાનાવાદ અને જડવાદ જનરંજન અને મને રંજનમાં માને છે. જિનશાસન આત્મરંજન અને મને ભંજનમાં માને છે. એકની દિશા પૂર્વ છે તે બીજાની પશ્ચિમ છે !