________________
સજાતીયની સાથે પરસ્પર વિરોધી છે. એટલે તે દરેક પ્રકૃતિનો ઉદય પોતપોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી ક્યારેક હોય છે અને કયારેક નથી હોતો. તેથી શાતાદિ-૬૪ પ્રકૃતિ અધુવોદયી છે.
મોહનીયકર્મની મિથ્યાત્વ+૧૬ કષાય+ભય+જુગુપ્સા=૧૯ પ્રકૃતિ ધ્રુવબંધી છે. તેમાંથી મિથ્યાત્વમોહનીય ધ્રુવોદયી છે અને બાકીની ૧૮ પ્રકૃતિ અછુવોદયી છે. તેમાંથી ભય-જુગુપ્સાનો ઉદય કોઈપણ જીવને ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતો. તેથી તે અધુવોદયી છે.
૧૬કષાયપેનિદ્રા=૨૧ પ્રકૃતિ ઉદયમાં સજાતીય સાથે પરસ્પર વિરોધી છે. તેથી તે દરેક પ્રકૃતિનો ઉદય ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતો. તેથી તે અધુવોદયી છે.
ઉપઘાતનો ઉદય કોઇપણ જીવને ક્યારેક જ હોય છે તેથી તે અધુવોદયી છે અને મિશ્રમોહનીયનો ઉદય દરેક જીવને પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી સતત હોતો નથી. તેથી તે અધુવોદયી છે.
શંકા - મિશ્રમોહનીયનો ઉદય દરેકજીવોને પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી સતત હોય છે. તેથી ધ્રુવોદયી કેમ ન કહેવાય?
સમાધાન - મિશ્રમોહનીયનો ઉદય દરેક જીવને મિશ્રગુણઠાણે સતત હોય છે. પણ અનાદિકાળથી માંડીને મિશ્રગુણઠાણા સુધી મિશ્રમોહનીયનો ઉદય સતત હોતો નથી. તેથી તે ધ્રુવોદયી નથી.
સમ્યકત્વમોહનીયનો ઉદય પ્રથમાદિ-૩ ગુણઠાણે હોતો નથી અને કોઇપણ સમ્યગદષ્ટિને ક્ષયોપશમસમ્યત્વની હાજરીમાં સ0મોનો ઉદય હોય છે અને ક્ષાયિકસમ્યકત્વ કે ઉપશમસમ્યકત્વની હાજરીમાં સમો નો ઉદય નથી હોતો. એટલે સ0મો નો ઉદય પોતાના ઉર્દવિચ્છેદસ્થાન સુધી ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતો. તેથી તે અધુવોદયી છે.