________________
ધ્રુવોદયી પ્રકૃતિ :
निमिणथिरअथिरअगुरुय, सुहअसुहं तेयकम्मचउवन्ना । नाणंतरायदंसणमिच्छं धुवउदय सगवीसा ॥ ६॥ निर्माणं स्थिरास्थिरमगुरुलघु शुभाशुभं तैजसं कार्मणं चतुर्वर्णम् । ज्ञानान्तरायदर्शनं, मिथ्यात्वं ध्रुवोदयाः सप्तविंशतिः ॥ ६॥
ગાથાર્થ :- નિર્માણ, સ્થિર-અસ્થિર, અગુરુલઘુ, શુભ-અશુભ, તૈજસશરીર, કાર્મણશરીર, વર્ણાદિ-૪, જ્ઞાનાવરણીય-૫, અંતરાય-૫, દર્શનાવરણીય-૪ અને મિથ્યાત્વ એમ કુલ-૨૭ ધ્રુવોદયી છે.
વિવેચન : - ઉદયમાં જ્ઞાના૦૫+ દર્શના૦૯+ વેદનીય-૨+ ?? મોહનીય-૨૮+ આયુ૦૪ + નામ-૬૭+ ગોત્ર-૨+ અંત૦૫=૧૨૨ પ્રકૃતિ છે. તેમાંથી જ્ઞાના૦૫+ દર્શના૦૪+ મિથ્યાત્વ+ નામ-૧૨+ અંત૦૫=૨૭ પ્રકૃતિ ધ્રુવોદયી છે અને બાકીની ૯૫ પ્રકૃતિ અવોદયી છે.
જ્ઞાના૦૫+ દર્શના૦૪+અંત૦૫=૧૪ પ્રકૃતિનો વિપાકોદય ૧૨મા ગુણઠાણા સુધી સતત હોય છે. નામકર્મની-૧૨ પ્રકૃતિનો વિપાકોદય ૧૩મા ગુણઠાણા સુધી સતત હોય છે અને મિથ્યાત્વમોહનીયનો વિપાકોદય મિથ્યાત્વગુણઠાણા સુધી સતત હોય છે તેથી તે ૨૭ પ્રકૃતિ ધ્રુવોદયી છે.
સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ બંધમાં પરસ્પર વિરોધી છે. પણ ઉદયમાં પરસ્પર વિરોધી નથી. કારણકે કોઇપણ જીવના શરીરમાં સ્થિરનામકર્મના ઉદયથી હાડકા, દાંતાદિ સ્થિર રહે છે અને અસ્થિરનામકર્મના ઉદયથી જીભ, લોહી, આંખાદિ અસ્થિર રહે છે. એટલે તે બન્ને કર્મનું ફળ જીવ એકી સાથે ભોગવી શકે છે. તેથી તે બન્ને પ્રકૃતિ ઉદયમાં પરસ્પર વિરોધી નથી. એ જ રીતે, કોઇપણ જીવના શરીરમાં નાંભિથી ઉપરના મસ્તકાદિ અવયવો શુભ ગણાય છે અને નાભિથી
૨૪.