________________
અપ્રત્યાખ્યાની ચતુષ્કો બંધ ભવ્યજીવોને અનાદિકાળથી ચાલુ હોવા છતાં પણ જ્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે. ત્યારે તે પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. તે વખતે અખ૦૪નો બંધ અનાદિ-સાંત થાય છે. તેમજ
જ્યારે દેશવિરતિથી પતન થાય છે. ત્યારે તે પ્રકૃતિના બંધની સાદિ થાય છે અને જ્યારે ફરીથી દેશવિરતિ પ્રાપ્ત થાય છે ત્યારે તે પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે તે વખતે અપ્ર૪નો બંધ સાદિ-સાંત થાય છે.
મિથ્યાત્વ+અનંતાનુબંધી-૪થીણદ્વિત્રિક ૮ પ્રકૃતિનો બંધ ભવ્યજીવોને અનાદિકાળથી ચાલુ હોવા છતાં પણ જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ત્યારે તે પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. તે વખતે તે પ્રકૃતિનો બંધ અનાદિ-સાંત થાય છે. તેમજ જ્યારે સમ્યકત્વેથી પડીને મિથ્યાત્વે આવે છે ત્યારે તે પ્રકૃતિના બંધની સાદિ થાય છે અને ફરીથી જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે ત્યારે તે પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. તે વખતે તે પ્રકૃતિનો બંધ સાદિ-સાંત થાય છે.
મિથ્યાત્વનો વિપાકોદય અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે અને સમ્યકત્વથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે. કારણકે ભવ્યજીવોને મિથ્યાત્વનો ઉદય અનાદિકાળથી ચાલુ હોવા છતાં પણ જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે ત્યારે તે પ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે તે વખતે મિથ્યાત્વનો ઉદય અનાદિ-સાંત થાય છે અને તે જીવ જ્યારે સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે આવે છે ત્યારે મિથ્યાત્વમોહનીયના ઉદયની સાદિ થાય છે અને ફરીથી જ્યારે સમ્યકત્વ પામે છે ત્યારે તે પ્રકૃતિનો ઉદય સાદિ-સાંત થાય છે.
અધુવબંધી કયારેક બંધાય છે. ક્યારેક નથી બંધાતી તેથી તે પ્રકૃતિનો બંધ અનાદિ-અનંત અને અનાદિ-સાંત ન હોય. માત્ર “સાદિસાંત” જ હોય. કારણકે જ્યારે જે પ્રકૃતિનો બંધ શરૂ થાય છે. ત્યારે તે પ્રકૃતિના બંધની સાદિ થાય છે અને જ્યારે તે પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. ત્યારે તે પ્રકૃતિનો બંધ “સાંત” થાય છે. દાવત, જ્યારે, શાતાનો બંધ શરૂ થાય છે. ત્યારે શાતાના બંધની સાદિ થાય છે અને