________________
વર્ણાદિ-૪, નિર્માણ, અગુરુલઘુ, શુભ-અશુભ, સ્થિર-અસ્થિર]+અંત૦૫= ૨૭ પ્રકૃતિ ધ્રુવોદયી છે. તેમાંથી મિથ્યાત્વ વિના બાકીની ૨૬ પ્રકૃતિનો વિપાકોદય અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે અને ભવ્યની અપેક્ષા અનાદિ-સાંત છે. કારણકે તે પ્રકૃતિનો વિપાકોદય ભવ્યજીવોને અનાદિકાળથી ચાલુ છે. પણ જ્યારે તે જીવ ક્ષપકશ્રેણી માંડે છે. ત્યારે ૧૨માં ગુણઠાણાના ચરમસમયે જ્ઞાના૦૫+દર્શના૦૪+અંત૦૫=૧૪ પ્રકૃતિનો વિપાકોદય નાશ [સાંત] પામે છે. તે વખતે તે પ્રકૃતિનો વિપાકોદય અનાદિ-સાંત થાય છે અને ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે નામકર્મની-૧૨ પ્રકૃતિનો વિપાકોદય નાશ (સાંત) પામે છે. તે વખતે તે પ્રકૃતિનો વિપાકોદય અનાદિ-સાંત થાય છે.
ધ્રુવબંધી ૪૭ પ્રકૃતિનો બંધ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે અને સમ્યક્ત્વાદિથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે.
જ્ઞાના૦૫+ દર્શના૦૬+ મોહ૦૬[સં૦૪, ભય-જુગુપ્સા]+નામ૯+અંત૦૫=૩૧ પ્રકૃતિનો બંધ ભવ્યજીવોને અનાદિકાળથી ચાલુ હોવા છતાં પણ જ્યારે શ્રેણી માંડે છે. ત્યારે પોતપોતાના બંધવચ્છેદસ્થાને તે તે પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. તે વખતે તે પ્રકૃતિનો બંધ અનાદિ-સાંત થાય છે. તેમજ ઉપશમક ૧૧મા ગુણઠાણેથી કાલક્ષયે કે ભવક્ષયે પડીને જ્યારે તે તે પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે તે પ્રકૃતિના બંધની સાદિ થાય છે અને ફરીથી જ્યારે શ્રેણી માંડે છે. ત્યારે પોતપોતાના બંધવિચ્છેદસ્થાને તે તે પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. તે વખતે તે પ્રકૃતિનો બંધ સાદિ-સાંત થાય છે.
પ્રત્યાખ્યાનીયચતુષ્કનો બંધ ભવ્યજીવોને અનાદિકાળથી ચાલુ હોવા છતાં પણ જ્યારે સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. ત્યારે તે પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. તે વખતે તે પ્રકૃતિનો બંધ અનાદિ-સાંત થાય છે તેમજ જ્યારે સર્વવિરતિથી પતન થાય છે. ત્યારે તે પ્રકૃતિના બંધની સાદિ થાય છે અને ફરીથી જ્યારે સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. ત્યારે તે પ્રકૃતિનો બંધ સાદિ-સાંત થાય છે.
૨૧