________________
પ્રકૃતિનો બંધ જ્યારે શરૂ થાય છે. ત્યારે “સાદિ” થાય છે અને જ્યારે અટકી જાય છે. ત્યારે “સાંત” થાય છે. દાવતશાતાનો બંધ જ્યારે શરૂ થાય છે. ત્યારે સાદિ અને જ્યારે અટકી જાય છે ત્યારે “સાંત” છે. એટલે શાતાદિ અધુવબંધી પ્રકૃતિનો બંધ સાદિ-સાત જ હોય છે. - એ જ પ્રમાણે, ઉદય અને સત્તામાં પણ ચતુર્ભગી વિચારવી. ધ્રુવબંધી-અધુવબંધી અને ધુવોદયી-અધુવોદયમાં ભાંગા :- - पढम-बिया धुवउदइसु, धुवबंधिसु तइयवज भंगतिगं । मिच्छम्मि तिन्नि भंगा, दुहा वि अधुवा तुरियभंगा ॥ ५॥ प्रथमद्वितीयौ ध्रुवोदयिनीषु ध्रुवबन्धिनीषु तृतीयवर्जं भङ्गत्रिकम् । मिथ्यात्वे त्रयः भङ्गा द्विधापि अध्रुवाः तुरीयभङ्गाः ॥ ५॥ .
ગાથાર્થ - ધ્રુવોદયમાં પહેલો અને બીજો ભાંગો હોય છે. ધ્રુવબંધીમાં ત્રીજા ભાંગા વિના બાકીના ૩ ભાંગા હોય છે. ધ્રુવોદયી મિથ્યાત્વમોહનીયમાં [ત્રીજા વિના] ૩ ભાંગા હોય છે અને બન્ને પ્રકારની અધ્રુવપ્રકૃતિમાં ચોથો ભાંગો હોય છે.
- વિવેચન :- પ્રથકાર ભગવંતે સૌ પ્રથમ ધ્રુવબંધી-અધુવબંધી પ્રકૃતિઓ કહી. હવે તે પ્રકૃતિમાં સાદિ-અનાદિ વગેરે ભાંગા કહી રહ્યાં છે. તેની સાથે જ ધ્રુવોદયી-અધુવોદયપ્રકૃતિમાં પણ ભાંગા કહી રહ્યાં છે.
શંકા :- ગ્રન્થકાર ભગવંત ધ્રુવોદયી-અધ્રુવોદયી પ્રકૃતિ કહ્યાં વિના જ તેમાં ભાંગા કેમ કહી રહ્યાં છે?
સમાધાનઃ- ગ્રન્થકાર ભગવંતે ધ્રુવોદયી-અછુવોદયી પ્રકૃતિ કહ્યાં પછી તે પ્રકૃતિમાં ભાંગા કહેવા જોઇએ એ વાત સાચી છે. પણ અધુવબંધી અને અધ્રુવોદયીમાં ભાંગા સમાન થતા હોવાના કારણે ગ્રન્થલાઘવતાની દૃષ્ટિથી ગ્રન્થકાર ભગવંતે ધ્રુવબંધી-અધુવબંધીપ્રકૃતિના ભાંગાની સાથે જ ધ્રુવોદયી-અધુવોદય પ્રકૃતિના પણ ભાંગા કહ્યાં છે.
જ્ઞાના૦૫+દર્શના૦૪+મિથ્યાત્વનામ-૧૨ [તૈ શ૦, કાશ૦