________________
SEEEEEEEEE ઈચ્છાકાર સામાચારી
યશો. अथ निश्चयनयत इति कथं ? व्यवहारनयेनापि तदाश्रयणात् इति चेत् ?
-
શિષ્ય : “આત્મામાં રહેલો સામાચારીનો અધ્યવસાય એ જ સામાચારી છે' એ મત નિશ્ચયનયનો છે એવું તમે શા માટે કહ્યું ? કેમકે વ્યવહારનય પણ માત્ર શબ્દોચ્ચારને સામાચારી નથી માનતો. પણ સાથે આત્માના વિશેષ પરિણામને પણ એ સામાચારી તરીકે સ્વીકારે જ છે. એટલે આત્માનો વિશેષ પ્રકારનો પરિણામ એ સામાચારી છે” એ તો બે ય નયનો મત છે. માત્ર નિશ્ચયનો મત ન ગણાય.
યશો. न, उपसर्जनतयैव तेन तदाश्रयणात्, मुख्यतया तु व्यवहारक्षमस्येच्छाकारादिप्रयोगस्यैव तथात्वेनाभ्युपगमात् ।
→
चन्द्र. - उपसर्जनतयैव तदाश्रयणात् = गौणभावेनैव आत्मपरिणामविशेषरूपायाः सामाचार्याः स्वीकारात् । मुख्यतया तु = प्रधानभावेन तु व्यवहारक्षमस्य = " अयं साधुः सामाचारीमान् " इति व्यवहारकारणीभूतस्य तथात्वेन= सामाचारीत्वेन । निश्चयनयो हि ब्रूते यदुत आत्मपरिणामविशेष एव सामाचारी । इच्छाकारादि शब्दप्रयोगस्तु भवतु वा मा वा । न तेन किञ्चित्प्रयोजनम् ← इति । व्यवहारनयो हि वदति परमार्थतस्तु इच्छाकारादिशब्दप्रयोग एव सामाचारी । तत्र आत्मनः तादृशः परिणामविशेषो यदि भवति, तदा सुन्दरं । किन्तु स परिणामविशेषो न व्यवहारोपयोगी, इच्छादिशब्दप्रयोग एव व्यवहारोपयोगी । यतः यो यतिः इच्छाकारादिशब्दप्रयोगं करोति, तमाश्रित्य लोकोऽपि कथयति यत् " शोभनोऽयं मुनिः । सामाचारीमानयं साधुः" इति । यस्तु मुनिः सामाचारीपरिणामवानपि इच्छाकारादिशब्दप्रयोगं न करोति । तमाश्रित्य न कोऽपि कथयति यत् “सामाचारीमानयं यतिः " इति । एवञ्च शब्दप्रयोगः सामाचारीव्यवहारकारणमिति कृत्वा स एव प्रधानतया सामाचारी ।
''
ગુરુ : તારી વાત ખોટી છે. વ્યવહારનય આત્મપરિણામને પણ સ્વીકારે છે, માને છે એ વાત સાચી. પણ મુખ્ય તરીકે તો એ શબ્દોચ્ચારને જ સ્વીકારે છે. આત્મપરિણામને તો એ ગૌણ તરીકે જ સ્વીકારે છે. નિશ્ચયનય એમ માને છે કે શબ્દોચ્ચાર હોય કે ન હોય, મારે એની સાથે નિસ્બત નથી. જો એ આત્મામાં સામાચારી પરિણામપ્રતિબંધક એવા કર્મોના ક્ષયોપશમાદિથી સામાચારી પરિણામ ઉત્પન્ન થયેલો હોય તો એ આત્મા સામાચારી કહેવાય.
જ્યારે વ્યવહા૨નય એમ માને છે કે આત્મા સામાચા૨ીપરિણામવાળો હોય તો તો સારું જ છે. પણ સામાચારી પરિણામ એ તો અંદરની અતીન્દ્રિય વસ્તુ હોવાથી વ્યવહારમાં એનો કોઈ ઉપયોગ નથી. “આ સાધુ સામાચારીવાળો છે” અને “આ સાધુ સામાચા૨ી વિનાનો છે” આવો વ્યવહાર શેને આધારે થાય છે ? સ્પષ્ટ જ છે કે જે સાધુ ઈચ્છા-મિચ્છાદિ શબ્દોનો ઉચ્ચાર યોગ્યકાળે કરે. તે સાધુ સામાચારીવાળો અને શબ્દોચ્ચાર વિનાના સાધુ સામાચારી વિનાના કહેવાય છે. આત્મપરિણામને આશ્રયીને આવો વ્યવહાર નથી થતો. એટલે ઉપર બતાવેલા વ્યવહારને સિદ્ધ કરનાર તો ઈચ્છાકારાદિશબ્દપ્રયોગ જ છે અને તેથી તેને જ સામાચારી તરીકે માનવો જોઈએ.
આમ વ્યવહારનય આત્મપરિણામને ગૌણ રીતે જ માનતો હોવાથી અહીં આ પ્રમાણે કહ્યું કે “નિશ્ચયનયના મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૨૦