________________
SિEEEEEEE
:
:
કુલ ૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪sssssssssssssss આવરૂહિ સામાચારી જી છે હોવાથી એ જિનાજ્ઞાપાલન એમને હિતકારી બનતું નથી. અભવ્યો, દુર્ભવ્યો ગમે એટલું ઉત્કૃષ્ટ જીવન જીવે આ તો પણ એમનામાં અભવ્યત્યાદિ જે મોટા દોષો પડેલા છે એના લીધે એમને કોઈ લાભ થતો નથી. - એમ ઈસમિતિ વિગેરે આજ્ઞાઓ ન પાળવી, બિનજરૂરી કાર્યો કરવા એ ઘણા મોટા દોષો છે. એટલે એ સંયમીએ બીજી બે શરત પાળી હોય તો પણ એની કોઈ ઝાઝી કિંમત નથી.
એક ખાસ વાત કરી લઉં કે આ સામાચારી કાયમ પાળવામાં આવતી હોવાથી વ્યવહારમાં ભલે એ જ ઉત્સર્ગમાર્ગ રૂપ ગણાતી હોય પણ પરમાર્થથી તો આ સામાચારી અપવાદ રૂપ જ છે. # શિષ્ય : ગુરુદેવ ! આ તો ભગવાનની રોજીંદી આજ્ઞા છે. એ અપવાદ માર્ગ છે ? અપવાદ માર્ગ રોજ જ સેવવાનો હોય?
ગુરુ : કેટલાક અપવાદો એવા છે જેનું સેવન કરવાનો અવસર ક્યારેક જ આવે. દા.ત. આધાકર્મી ભોજનરૂપ અપવાદ માર્ગ માંદગી વિગેરે ગાઢ કારણો આવી પડે ત્યારે જ સેવવાનો હોય છે.
પરંતુ કેટલાક અપવાદો એવા છે જેનું સેવન કરવાનો અવસર રોજ આવે, કેમકે એના કારણો એવા હોય છે જે રોજેરોજ વિદ્યમાન હોય.
આ વાત તને સ્પષ્ટતા સાથે બતાવું.
ઉત્સર્ગ માર્ગ એ કે સાધુએ હલનચલન કર્યા વિના એક જ સ્થાને સ્થિર બેસી રહેવું. નિષ્કારણ પગની આંગળી પણ હલાવે, હાથ હલાવે તો વાયુકાયની વિરાધના થવાથી દોષ લાગે. માટે જ સાધુને કાચબાની ઉપમા એ આપી છે. કાચબાની જેમ આખા શરીરને બરાબર સંકોચી રાખીને સાધુ રહે.
આ ઉત્સર્ગમાર્ગનું પાલન કરવાથી ઘણા લાભો થાય.
(૧) હાલવા-ચાલવામાં યોગનિમિત્તે કર્મબંધ થાય. સ્થિર સાધુને કાયયોગ સ્થિર થઈ જવાથી એ છે થતો કર્મબંધ અટકે.
(૨) ગમન-આગમન વિગેરે ક્રિયાઓ કરવામાં એટલો સમય સ્વાધ્યાયનો વ્યાઘાત થાય. જો આ બધી જ આ ક્રિયાઓ ન હોય તો એક જ સ્થાને બેસીને પુષ્કળ સ્વાધ્યાય કરી શકે. એમાં ખૂબ કર્મક્ષય થાય. પૂજ્યપાદ છે 8 આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સાહેબ જ્યારે ન્યાયના ગ્રન્થો ભણ્યા ત્યારે સ્વાધ્યાયમાં ભંગ ન પડે છે હું એ માટે એમણે છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા. એટલે ગોચરી લાવવી, વાપરવી, અંડિલ જવું વિગેરેનો સમય બચી છે આ જવાથી ઘણો સ્વાધ્યાય કરી શક્યા. જે સંયમીઓને ત્રણ ટાઈમ વાપરવાનું હોય છે તેઓ વાપરવાદિમાં એટલો આ બધો સમય ગુમાવી બેસે કે અણમોલ સ્વાધ્યાય કરવાનો અવસર ચૂકી જાય. આથી જ શાસ્ત્રકારોએ નવકલ્પી વિહાર બતાવ્યો છે. આઠ મહિના જુદા જુદા આઠ સ્થાનોમાં ૧-૧ મહિનો રોકાઈ જવાનું અને ચાર મહિના જ એક સ્થાને ચોમાસું કરવાનું. શેષકાળમાં એક એક સ્થાને મહિનો મહિનો રોકાવાથી વિહાર ઘણો ઓછો થઈ જાય એટલે પુષ્કળ સ્વાધ્યાય થાય. શાસ્ત્રકારોની આ દીર્ધદષ્ટિનો લાભ પૂર્વના સાધુઓ ખુબ લેતા. આજે પણ
સા સાધુઓ છે કે જેઓ વધુ વિહાર કરવાને બદલે આ રીતે મહિનો-મહિનો રોકાઈને પુષ્કળ સ્વાધ્યાયાદિ દ આ યોગો સાધીને સંયમને સફળ બનાવે છે. આ (૩) એક જ સ્થાને સ્થિર રહેવાથી શાસ્ત્રીય પદાર્થોનું ખૂબ ચિંતન થઈ શકે, નવી રણાઓ થાય. કઠિન
પદાર્થો પણ ઝડપથી સમજાઈ જાય. વારંવાર ગમન-આગમન, વિહારાદિ કરવાથી માનસિક એકાગ્રતા ન આવે, છે પરિણામે ઉપરના લાભો ન મળે. . (૪) ગમન-આગમન વિગેરે ક્રિયાઓમાં કીડી વિગેરે જીવો મરી જવાની શક્યતા છે જ. કાંટો લાગવો,
333
P
R
સંયમ રંગ લાગ્યો - આવઋહિ સામાચારી : ૨૫
CUECHEESECHCEEEEEEEEEEEEEEEEEEE